મારું શહેર

અમદાવાદના મેયર શ્રી હિતેશભાઇ બારોટના હસ્તે અંદાજિત રૂ.6.23 કરોડના ખર્ચે તૈયાર થયેલા નરોડા મુઠિયા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ *

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં આવેલા નરોડા મુઠિયા કોમ્યુનિટી હોલનું અમદાવાદના મેયર  હિતેશ બારોટના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે નરોડાનાં ધારાસભ્ય  પાયલ કુકરાણી, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર વિવિધ કમિટીના ચેરમેનશ્રી, નરોડા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજિત રૂ. 6.23 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ કોમ્યુનિટી હોલનું આધુનિક સુવિધાઓ સાથે રિનોવેશન અને અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. નાગરિકોને સામાજિક, સાંસ્કૃતિક તેમજ અન્ય જાહેર પ્રસંગોના આયોજન માટે વધુ સુવિધાજનક માળખું મળી રહે તે હેતુથી હોલમાં વિવિધ સુવિધાઓનો ઉમેરો કરવાની સાથે જરૂરી રિપેરિંગની કામગીરી પણ કરવામાં આવી છે.
નરોડા ગામમાં ગણેશ મંદિર પાસે આવેલા નરોડા મુઠિયા કોમ્યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં 435 ચોરસ મીટરનો વિસ્તાર છે, જેમાં 260થી 300 વ્યક્તિઓની બેઠક ક્ષમતા રહેશે. જ્યારે પ્રથમ માળે પણ 435 ચોરસ મીટરનો એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં એરકન્ડિશન્ડ સુવિધા સાથે 260થી 300 વ્યક્તિઓની ક્ષમતા રહેશે. આ ઉપરાંત, 1,476 ચોરસ મીટર વિસ્તારમાં ઓપન પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 600થી 650 વ્યક્તિઓના બેઠક આયોજનની ક્ષમતા રહેશે. આમ, કોમ્યુનિટી હોલમાં ઇન્ડોર તેમજ ઓપન એરિયામાં વિવિધ સામાજિક અને જાહેર કાર્યક્રમો યોજી શકાશે.
પ્રોજેક્ટમાં કોમ્યુનિટી હોલની સાથે 309.14 ચોરસ મીટર વિસ્તારમાં કિચન બિલ્ડિંગ બનાવવામાં આવી છે. 266.30 ચોરસ મીટર વિસ્તારમાં સ્ટેજ અને ડ્રેસિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 26.64 ચોરસ મીટર વિસ્તારમાં સિક્યુરિટી કેબિન અને ટોયલેટ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થળ પર આર.સી.સી. રોડ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ અને ફાયર ફિટિંગની કામગીરી પણ કરવામાં આવી છે. વાહન પાર્કિંગની સુવિધાને ધ્યાનમાં રાખીને 110 ટુ-વ્હીલર અને 80 ફોર-વ્હીલર પાર્કિંગની ક્ષમતા પણ ઊભી કરવામાં આવી છે.

Related posts

અમદાવાદ ભારે વરસાદ બાદ શહેરના માર્ગો વધુ સુદ્રઢ બનાવવા AMCની કામગીરી તેજ,મેયર હિતેશ બારોટ અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રવિણ પટેલે મોડીરાત્રે નિરીક્ષણ કર્યુ

GUJARAT NEWS DESK TEAM

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

બે સગીરા મુંબઈથી મળી આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી નિમિત્તે રૂ.7,000નું બોનસ અપાશે

GUJARAT NEWS DESK TEAM

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

GUJARAT NEWS DESK TEAM

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment