સ્પોર્ટ્સ

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે દાવો કર્યો છે કે વૈભવ કદાચ ૨૧ કે ૨૨ વર્ષનો છે


માત્ર ૧૫ વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી તેની વિસ્ફોટક બેટિંગને કારણે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેણે ભારતીય ્૨૦ ટીમમાં સ્થાન મેળવ્યું છે અને હાલમાં તે ટીમ સાથે આયર્લેન્ડના પ્રવાસે છે. સૂર્યવંશીએ તાજેતરમાં ત્રિકોણીય શ્રેણીમાં શ્રીલંકા છ સામે માત્ર ૧૧ બોલમાં અડધી સદી ફટકારી હતી. તેની ઉંમર અંગે વારંવાર પ્રશ્નો ઉભા થયા છે અને હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહેમદે દાવો કર્યો છે કે બિહારનો આ ખેલાડી ખરેખર ૨૧ કે ૨૨ વર્ષનો છે, આ નિવેદને સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે.
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તનવીર અહેમદે ટીવી શો દરમિયાન વૈભવ સૂર્યવંશીની ઉંમર પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ખેલાડી ૨૧ કે ૨૨ વર્ષનો છે. તેણે ટિપ્પણી કરી હતી કે, મને નથી લાગતું કે આ ૧૫ વર્ષનો છે. તે ૨૧ કે ૨૨ વર્ષનો હોવો જાેઈએ. તે ઉંમરે પણ આ રીતે બોલને ફટકારવો સરળ નથી. તેની પાસે મજબૂત આધાર, ઉત્તમ બેક-લિફ્ટ અને શાનદાર બેટ સ્વિંગ છે. વૈભવ સૂર્યવંશી જે પાવર દર્શાવે છે તે ૧૫ વર્ષના બાળકમાં સામાન્ય રીતે હોતી નથી. આ ઉંમરે છગ્ગા મારવા એ એક મોટી સિદ્ધિ છે.
તનવીર અહેમદે દાવો કર્યો હતો કે જેમ જેમ વૈભવ સૂર્યવંશી પરિપક્વ થશે, તેમ તેમ તેની રિફ્લેક્સ ધીમી પડશે અને જાે તે પોતાનું ફોર્મ ગુમાવશે તો તેને વાપસી માટે સંઘર્ષ કરવો પડી શકે છે. તેણે કહ્યું કે, હાલમાં તે ખૂબ સારું લાગે છે, પરંતુ જે દિવસે તે ફોર્મમાં નહીં હોય, ત્યારે તેને ના બોલ દેખાશે કે ના રન બનાવી શકશે. કારણ એ છે કે તે હજુ પણ બાળક છે. તેની પાસે રિફ્લેક્સ છે. જેમ જેમ સમય પસાર થશે, તે ધીમો પડી જશે. જાે તે પોતાનું ફોર્મ ગુમાવશે, તો તેના અંદરની ખામીઓ નજર આવવા લાગશે. વૈભવ સૂર્યવંશીની ઉંમર પર પ્રશ્ન ઉઠાવતા તનવીર અહેમદ પર ઉલટા પ્રહાર થયા છે. ભારતીય ફેન્સ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી રહ્યા છે.
એક ફેન્સે લખ્યું છે કે, “આવું દરેક સાથે થાય છે. અત્યારે, તે તેના ફોર્મનો આનંદ માણી રહ્યો છે. તમારે બાબર આઝમ પર ધ્યાન આપવું જાેઈએ. વૈભવ શાહિદ આફ્રિદી જેવો નથી, જેની ઉંમર ખોટી હતી.” ે

Related posts

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026 

હીરામણિ સ્કૂલ દ્વારા વિશ્વ ક્રિકેટમાં બીજા નંબરનો સર્વોચ્ચ રનનો રેકોર્ડ

GUJARAT NEWS DESK TEAM

રેસલિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર :પરિમલ નથવાણી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025

GUJARAT NEWS DESK TEAM

વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં આજે ત્રણ અલગઅલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલો થશે

Leave a Comment