સ્પોર્ટ્સ

મીરાબાઈ ચાનુંએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

મીરાબાઈ ચાનુએ આખરે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું સપનું પૂરું કર્યું છે. ૪૯ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં મિરાબાઈએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ સ્નેચ ઇવેન્ટમાં ૮૭ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમણે ૧૧૧ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. આમ, કુલ ૧૯૮ કિલોગ્રામ વજન સાથે તેઓ બીજા સ્થાને રહ્યાં હતાં.
૧૯૯૮ બાદ આ ઇવેન્ટમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. ઓલિમ્પિક મેડલ વિજેતા કર્ણમ મલ્લેશ્વરીએ ૨૮ વર્ષ પહેલાં બેંગકોકમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મિરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક પણ નોંધાવી ચૂક્યાં છે. તેમની પાસે લગભગ દરેક મોટા ઇવેન્ટનો મેડલ હતો, પરંતુ એશિયન ગેમ્સનો મેડલ બાકી હતો.
ચાનુએ પહેલીવાર ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ નવમા સ્થાને રહ્યાં હતાં. ત્યારબાદ ૨૦૧૮ની જકાર્તા એશિયન ગેમ્સમાં ઈજાના કારણે તેઓ ભાગ લઈ શક્યાં નહોતાં. જ્યારે ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં તેઓ મેડલ જીતવાથી માત્ર એક સ્થાન દૂર રહ્યાં હતાં અને ચોથા સ્થાને રહ્યાં હતાં. હવે ૨૦૨૬માં સિલ્વર મેડલ સાથે મિરાબાઈની મેડલ કેબિનેટ પૂર્ણ થઈ ગઈ છે.
આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ વર્તમાન ચેમ્પિયન રી સોંગ-ગમના નામે રહ્યો હતો. આ સાથે રી સોંગ-ગમે એશિયન ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે.
રી સોંગ-ગમે સ્નેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતાં ૯૪ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમણે ૧૨૧ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું, જે પણ વર્લ્ડ રેકોર્ડ રહ્યો હતો. કુલ ૨૧૫ કિલોગ્રામ વજન સાથે રી સોંગ-ગમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ ઈન્ડોનેશિયાની વિજયાના લુલુકએ જીત્યો હતો. તેમણે સ્નેચમાં ૮૭ કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં ૧૦૩ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. મિરાબાઈ ચાનુ માટે આ એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની શ્રેષ્ઠ તકોમાંથી એક હતી. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક નોંધાવ્યા બાદ મિરાબાઈએ કોઈ ઉજવણી કરી નહોતી. તેઓ સીધા મોદીનગર ગયા હતા, જ્યાં તેમનો ટ્રેનિંગ બેઝ છે. તેમની આ મહેનતનું પરિણામ હવે મળ્યું છે. મિરાબાઈના કોચ વિજય શર્માએ અગાઉ જણાવ્યું હતું કે, એશિયન ગેમ્સ બાદ મિરાબાઈ પોતાની વેઇટ કેટેગરી બદલશે. તેઓ ૨૦૨૮ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ૫૨ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યાં છે.

Related posts

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2025-26

GUJARAT NEWS DESK TEAM

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અમદાવાદ ચેમ્પિયન

GUJARAT NEWS DESK TEAM

કર્ણાવતી ક્લબ દ્વારા સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન

અદાણી યુનિવર્સિટી દ્વારા રોબોટિક્સ, ડ્રોન અને AI પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ક્લેવનું આયોજન કરાયું,

GUJARAT NEWS DESK TEAM

રેસલિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો

GUJARAT NEWS DESK TEAM

એશિયન મેન્સ વોલિબોલમાં ભારતનો સતત ત્રીજો વિજય, ચાઈનીઝ તાઈપેઈ સામે 3-1થી વિજય

Leave a Comment