
રાજ્ય સરકારના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: બનસ-102013/જીઓઆઇ/10/ચ તા.02/11/2026 અન્વયે નાણાં ખાતુ સરકક્યુલર નંબર-21 તા.03/11/2026 અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે 16,800 વર્ગ-4ના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે નક્કી કરવામાં આવેલી મર્યાદામાં પ્રતિ કર્મચારી રૂ.7000નું બોનસ ચૂકવવામાં આવશે.
આ બોનસની ચુકવણી પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આશરે રૂ.12 કરોડનો ખર્ચ થશે. આ નિર્ણયથી કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપશે.