મારું શહેર

અમદાવાદ ભારે વરસાદ બાદ શહેરના માર્ગો વધુ સુદ્રઢ બનાવવા AMCની કામગીરી તેજ,મેયર હિતેશ બારોટ અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રવિણ પટેલે મોડીરાત્રે નિરીક્ષણ કર્યુ

 

અમદાવાદ શહેરમાં નાગરિકોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને સારા માર્ગોની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોનમાં માર્ગ મરામત, રોડ રીસરફેસિંગ તથા હેવી પેચવર્કની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીની પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરવા માટે અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રવીણ પટેલે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

ઉત્તર ઝોનના બાપુનગર વોર્ડમાં ગરીબનગર ચાર રસ્તાથી મેમ્કો બ્રિજ સુધી ચાલી રહેલી રોડ રીસરફેસિંગની કામગીરીનું મેયર તથા ડેપ્યુટી ચેરમેને નિરીક્ષણ કર્યું હતું. માર્ગની ગુણવત્તા, કામગીરીની ગતિ અને નાગરિકોને પડતી સુવિધાઓ અંગે સ્થળ પર સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

ત્યારબાદ સૈજપુર વોર્ડમાં રાજીવ ગાંધી ભવન પાછળ આવેલ બહુચરનગર રોડ પર હોટમિક્સ મટીરિયલ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી હેવી પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયરે સ્થળ પર હાજર અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગ મરામતની કામગીરી ઉચ્ચ ગુણવત્તા સાથે અને ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં મેવાડા પાટી પ્લોટ (ગેલેક્સી કોમ્પ્લેક્સ) પાસે માર્ગ પર ચાલી રહેલી હેવી પેચવર્કની કામગીરીની પણ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ ઉપરાંત મધ્ય ઝોન વિસ્તારમાં અરીહંતનગર નજીક હોટમિક્સ મટીરિયલ દ્વારા કરવામાં આવી રહેલી હેવી પેચવર્કની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર હાજર એન્જિનિયરોને કામગીરી દરમિયાન ગુણવત્તાના તમામ ધોરણોનું પાલન થાય તેમજ નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા પડે તે રીતે કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સિવાય ખાડીયા વોર્ડમાં છેલ્લા બે દિવસથી પાણીની સમસ્યાનું નિવારણ કરવા  માધુબાગ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે પંપ હાઉસની લાઈન ઉપર થયેલ લીકેજની કામગીરીની સ્થળ મુલાકાત લઈને તાકીદે પાણીનો સપ્લાય આપવા માટે અધિકારીને સૂચના આપી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીનું સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવી એ કોર્પોરેશનની પ્રાથમિકતા છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી રોડ રીસરફેસિંગ તથા માર્ગ મરામતની કામગીરી સમયસર અને નિર્ધારિત ધોરણો મુજબ પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

Related posts

ભદ્ર પ્લાઝામાં અમદાવાદ મહાનગર પાલિકાની વિશેષ વ્યવસ્થા

GUJARAT NEWS DESK TEAM

પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ ભુવા નગરી બની

પ્રથમ દીક્ષાંત સમારોહમાં ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ ઉજવી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ

GUJARAT NEWS DESK TEAM

વાઘોડિયા રોડ પર ગારમેન્ટના વેપારી પર ફિલ્મી ઢબે ફાયરિંગ, યુવક ગંભીર

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન મેગા ચેકિંગ

 સન્માન મહોત્સવ બાળકો-શિક્ષકો સૌને માટે પ્રેરણાનો મહોત્સવ -ડૉ.જગદીશ ભાવસાર

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment