સ્પોર્ટ્સ

રાજકોટ, અમદાવાદ અને આણંદ ની ટીમો નો ક્વાટર ફાઇનલ મા પ્રવેશ

રાજકોટ, અમદાવાદ અને આણંદ ની ટીમો નો ક્વાટર ફાઇનલ મા પ્રવેશ બાકીની 5 ટીમો તારીખ 25.07.2026 ના મેચ પછી નક્કી થશે.

ગુજરાત ના 23 જીલ્લા ની ટીમો જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં ભાગ લઈ રહેલ છે. બધી ટીમો ને 7 ગ્રુપ માં વહેચવામાં આવેલ છે અને ગ્રુપ સ્ટેજ ના મેચ ચાલુ થયેલ છે.

આજ રોજ  રમાયેલ મેચ માં જામનગર ની ટીમ ના પ્રભુ જેના ના 5 ગોલ, ધરમ ગોહીલ ના 2 ગોલ અને રાજવીર રબડીયા ના 1 ગોલ થી જામનગરે છોટાઉદેપુર ની ટીમ ને 8-3 થી મહાત આપેલ. છોટાઉદેપુર ના શાઈરાજ રાઠવા ના 2 ગોલ અને વનરાજ રાઠવા નો 1 ગોલ થયેલ.

બીજા મેચ માં રાજકોટ ની ટીમ ના પ્રસન્ન જતીન, આદર્શ મિશ્રા, આયુષ નાયક, નિત્યરાજ સિંહ અને રામ ઓઝા દ્વારા 1-1 ગોલ ની મદદ થી મહેસાણા ની ટીમ ને 5-0 થી મહાત આપેલ.

ત્રીજો મેચ આણંદ અને મહીસાગર ખુબજ રસાકસી ભરેલો રહેલ. 4-4 ની બરાબરી પર ચાલતા  મેચ માં   આખરી મીનિટોમાં આણંદ ની ટીમે ગોલ કરી 5-4 થી વિજય મેળવેલ. આણંદ ટીમ ના શીલ પ્રમિત ના 3 ગોલ અને તનીશ ધામેચા ના 2 ગોલ થયેલ. મહીસાગર ટીમ ના અથર્વ દવે ના 2 ગોલ અને આરત નીરવ અને ધીલોન રનવીરસિંહ ના 1-1 ગોલ થયેલ.

આજ નો ચોથા અને પાચમો મેચ એકતરફી રહેલ પાટણ ની ટીમે  પંચમહાલ ની ટીમ ને 13-0 થી હરાવેલ અને કચ્છ ની ટીમે જુનાગઢ ની ટીમ ને 10-0 થી મહાત આપેલ.

 

આવતી કાલે 23.07.2026 ના રોજ પ્રથમ મેચ મોરબી અને સુરેન્દ્રનગર ની ટીમો વચ્ચે, વલસાડ અને તાપી ની ટીમો વચ્ચે, ભરુચ અને બોટાદ ની ટીમો વચ્ચે અને દિવશ નો આખરી મેચ ગાંધીનગર અને ભાવનગર ની ટીમો વચ્ચે રમાશે.

Related posts

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ઃપ્રોગ્રેસિવ એસએ (ગુજરાત) ની ટીમ અને દિલ્લી  ની ડીફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હઁટર્સ ટીમ વચ્ચે નો જોરદાર મુકાબલો 5-5 થી ડ્રૉ.   

એશિયન મેન્સ વોલિબોલમાં ભારતનો સતત ત્રીજો વિજય, ચાઈનીઝ તાઈપેઈ સામે 3-1થી વિજય

ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગેમ્સ પ્રસ્તાવ રજૂ કર્યો

GUJARAT NEWS DESK TEAM

ભારતે ઇરાનને 2-1થી હરાવ્યું…સાઉદી અરેબિયા ખાતેની ટૂર્નામેન્ટ ખાતે ક્વોલિફાઇલ કર્યું

GUJARAT NEWS DESK TEAM

સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2026 ની સ્પર્ધામાં વડોદરાનો વિજય

GUJARAT NEWS DESK TEAM

કર્ણાવતી ક્લબ દ્વારા સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન

Leave a Comment