રાષ્ટ્રીય

ડૉ. પ્રીતિ અદાણીનું વૈશ્વિક સંવાદ, વારાણસીમાં આધુનિક પડકારો માટે પ્રાચીન જ્ઞાન અંગે સંબોધન

નમસ્કાર.

માનવંતા  વિદ્વાનો, વિચારકો, આધ્યાત્મિક ગુરુઓ અને દોસ્તો,

આ વારાણસીની શાશ્વત નગરીમાં આપનું સ્વાગત કરવું એ મારું સદભાગ્ય છે.

આ નગરમાં કંઈક વિશેષ છે જે વ્યક્તિને મંદિરના ઘંટારવના આંદોલિત નાદને સાંભળવા, ગંગા માતાની શાંતિની અનુભૂતિ કરવાઅને સૌથી મહત્વનું તો, આપણા ભીડભાડભર્યા આધુનિક જીવનમાં ઘણીવાર રુંધાઇ જતા આપણા અંતરાત્માના એ શાંત અવાજને સાંભળવા માટેથોડી ક્ષણો માટે થંભી જવા મજબૂર કરે છે.

તેથી જ ‘આધુનિક પડકારો માટે પ્રાચીન જ્ઞાન’ વિષય પર યોજાયેલી આ સંગોષ્ઠિ માટે કાશીથી વધુ અર્થપૂર્ણ સ્થળની હું કલ્પના પણ કરી શકતી નથી.

આ મહત્વપૂર્ણ વૈશ્વિક સંવાદની આ પ્રાચીન તટ પર યજમાની કરવા માટે આયોજકો અને આપણા યજમાનો સર્વશ્રી પ્રોફેસર જેફરી સૅક્સ,  નિરુપમ બાજપાઈ અને સંસ્કૃતિ મંત્રાલયના સચિવ વિવેક અગ્રવાલનો હું આભાર માનું છું.

મિત્રો,

વારાણસી એક એવું સ્થળ છે જ્યાં કંઈક રહસ્ય છુપાયેલું છે જેમાં માનવજાતના જૂના પૌરાણિક પ્રશ્નો તેના ભવિષ્ય માટે પણ એટલા જ પ્રસ્તુત છે.

તેના કેન્દ્રસ્થાને આધ્યાત્મિક રીતે પૂજનીય કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે, જે એક એવી પવિત્ર ઊર્જા પ્રસારિત કરે છે જેણે પરમ જ્ઞાનની પ્રાપ્તિ માટે સંતો અને આધ્યાત્મિક ગુરુઓને અહીંના તટ પર આકર્ષિત કર્યા છે. ભગવાન બુદ્ધ અને ગુરુ નાનકજીએ આ ભૂમિ પરથી ઉપદેશ આપ્યા હતા. આપણા ચાર પૂજ્ય જૈન તીર્થંકરોનું અવતરણ પણ અહીં જ થયું હતું.

વારાણસીનો વારસો કાલતીત છે.

આપણા આદરણિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ પાવન નગરીને પોતાના સંસદીય મતવિસ્તાર તરીકે પસંદ કરી છે. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળવારાણસી આજે વિવિધ સંસ્કૃતિઓના સંગમસ્થાન અને ભારતની વધતી જતી વૈશ્વિક ઉપસ્થિતિના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે.

આપણે જોયું છે કે જાપાનના દિવંગત પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ અહીંના પવિત્ર મંત્રોચ્ચારોનો કેવી રીતે સાક્ષાત અનુભવ કર્યો હતો, તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગંગા નદીમાં નૌકાવિહાર

કર્યો હતો.

આ ક્ષણો આપણને એક મહત્વપૂર્ણ બાબતની યાદ અપાવે છે.

આપણી પરંપરાઓ માત્ર ભૂતકાળ પૂરતી સીમિત રહે તે જરૂરી નથી; પણ તે આજના વિશ્વ સાથે સંવાદ પણ કરી શકે છે.

પ્રાચીન ભારતીય જ્ઞાન પર જો આપણે નજર કરીએતો યોગ એ આ પ્રસ્તુતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.દુનિયાએ મન અને શરીર વચ્ચે સંતુલન જાળવવામાં યોગના મહત્વને સ્વીકાર્યું છે.તે જ રીતે ક્યારેક બાજરી જેવાં સામાન્ય અનાજો આપણા પરંપરાગત આહારનો મુખ્ય હિસ્સો હતાંતે આજે પોષણ, ખાદ્ય સુરક્ષા અને આબોહવા પરિવર્તન સામે ટકી રહેવાની ક્ષમતા વિષયક ચર્ચાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

આથી એક સંદેશ સ્પષ્ટ છે.

પ્રાચીન જ્ઞાન માત્ર જૂનું હોવાને કારણે મૂલ્યવાન નથી બનતું; પરંતુ જ્યારે આપણે વર્તમાન સમસ્યાઓ સાથે તેની સુસંગતતા શોધી કાઢીએ છીએ ત્યારે તે મૂલ્યવાન બને છે.વિશ્વભરમાં વિવિધ વિચારધારાઓ, પરંપરાઓ અને જીવનપથો આપણને જોવા મળે છે.છતાંઆ તમામ જ્ઞાનના મૂળમાં એક એવો પ્રશ્ન પડેલો છે જે હજારો વર્ષો પહેલાં જેટલો મહત્વનો હતો, તેટલો જ આજે પણ છે:

માનવની પીડાનું કારણ શું છેઅને તેને દૂર કરવા માટે આપણે શું બદલવાની જરૂર છે?આપણી પાસે અસાધારણ જ્ઞાન, ટેકનોલોજી અને સંપત્તિ છે. છતાં, દુઃખ, અસમાનતા અને સંઘર્ષો હજી પણ અસ્તિત્વમાં છે.

આ બાબત મને ત્રણ એવી જવાબદારીઓ તરફ લઈ જાય છે જે આપણા સૌને જોડે છે.આપણે આપણી સંસ્કૃતિના જ્ઞાનનું જતન કેવી રીતે કરી શકીએ?જીવનને બહેતર બનાવવા અને દુઃખને દૂર કરવા માટે તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ?અને વિકાસ અને ટકાઉપણું સાથે ચાલે, કે જેથી આવનારી પેઢીઓ માટે એક વધુ સારા વિશ્વનું નિર્માણ થઈ શકેતે આપણે કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ?

દોસ્તો,

આ પ્રશ્નો માત્ર ભારત પૂરતા સીમિત નથી.એરિસ્ટોટલે માનવ ઉત્કર્ષ વિશે વાત કરી. ભગવાન બુદ્ધે આપણને દુઃખનો સામનો કરવા શીખવ્યું. કન્ફ્યુશિયસના દર્શને સંબંધો અને નૈતિક ફરજોને સમાજના કેન્દ્રમાં સ્થાન આપ્યું અને ભારતના ‘મહાપનિષદ’એ આપણને ‘વસુધૈવ કુટુંબકમ્’એટલે કે, સમગ્ર વિશ્વ એક પરિવાર છે નો શાશ્વત વિચાર આપ્યો.

આ તમામ પરંપરાઓમાં એક સમાન સમજ જોવા મળે છે: અને તે એ કે જેમ જેમ આપણી ક્ષમતાઓ વધેતેમ તેમ આપણી જવાબદારીની ભાવના પણ વધવી જોઈએ.

જ્ઞાન આપણને વિશ્વને બદલવાની શક્તિ આપે છે તો વિવેકબુદ્ધિ આ પરિવર્તન સારા માટે કરીએ તેની આપણને ખાતરી આપે છે.

જેની પાસે પ્રાચીન જ્ઞાનનો સમૃદ્ધ ભંડાર છે એવા ભારત જેવા દેશએપોતાની સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવું અત્યંત મહત્વનું છે.

આપણી પરંપરાઓ માત્ર ભૂતકાળ પૂરતી સીમિત ન રહેવી જોઈએ.હું માનું છું કે આપણી સંસ્કૃતિનું જતન એટલે આપણી ઓળખનું જતન કરવું.અદાણી સમૂહે ‘ભારત નોલેજ ગ્રાફ’  માટે એક કરોડ ડોલરથી વધુની રકમ ફાળવી તેના પાયામાં આ જ કારણ છે. આ એક એવી પહેલ છે જે ભારતની સભ્યતાગત જ્ઞાનસંપતિનો  ગહન વારસો, આંતરશાખાકીય અભ્યાસ અને સંશોધન માટે ઉપલબ્ધ કરાવવા સાથે જ ૧૪ ડોક્ટરલ સ્કોલર્સને પણ મજબૂત ટેકો પૂરો પાડે છે.

આ વિચાર માત્ર ગ્રંથો અને શાસ્ત્રોના ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર પૂરતો મર્યાદિત નથી.જે જ્ઞાન માત્ર ભૂતકાળમાં જ જકડાયેલું રહે છે, તે ક્યારેય ભવિષ્યને દિશા આપી શકતું નથી.શૈક્ષણિક સંસ્થાઓમાં અને આવા પરિસંવાદ જેવા મંચો પર તેનો અભ્યાસ થાય, તેના વિશે સવાલો કરવામાં આવે, તેનું અર્થઘટન થાય અને તે ચર્ચાઓનો વિષય બને.ત્યારે જ આપણી પરંપરાઓ જીવંત રહે છે આપણે આ રીતે સુનિશ્ચિત કરીએ છીએ કે આપણી સભ્યતાનું ડહાપણ આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહે.

મિત્રો,

આપણે અસાધારણ તકનીકી પ્રગતિના યુગમાં જીવી રહ્યા છીએ.

અલ્ગોરિધમ્સ માત્ર ડેટા પર પ્રક્રિયા જ નથી કરતા, પરંતુ આપણી કેટલીક અત્યંત જટિલ સમસ્યાઓના ઉકેલમાં પણ તે મદદ કરી રહ્યા છે.

હું ફરી એ પ્રશ્ન પર આવું છું:

હેતુપૂર્ણ જીવન જીવવાનો અર્થ શું છે?

હું મારો દ્રષ્ટિકોણ એક ફિલસૂફ તરીકે નહીં, પરંતુ એક તાલીમબદ્ધ તબીબ તરીકે અને અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી સામુદાયિક વિકાસના ક્ષેત્રમાં ત્રણ દાયકા સુધી કામ કરનાર વ્યક્તિ તરીકે.રજૂ કરું છું;

મને જીવનની શરૂઆતમાં જ તબીબી ક્ષેત્રે શીખવ્યું છે કે પ્રગતિનો માપદંડ માનવીય પરિમાણો જ હોવા જોઈએ.ભલે આપણે શ્રેષ્ઠ હોસ્પિટલ બનાવીએ, પરંતુ મહત્વની વાત એ છે કે ત્યાં તેના દરવાજામાંથી અંદર પ્રવેશતા વ્યક્તિઓને ત્યાંથી આશા મળે છે?.આપણે ભલે શ્રેષ્ઠ શાળાનું નિર્માણ કરીએ, પરંતુ મહત્વનું એ છે કે શું પ્રથમ પેઢીના વિદ્યાર્થીને વર્ગખંડમાં પ્રવેશતી વખતે એવો વિશ્વાસ જાગે છે કે તેનું ભવિષ્ય હવે તેના જન્મના સંજોગોને આધીન નથી?

વર્ષો દરમિયાન, સમુદાયો સાથે કામ કરવાથી મને એક ગહન વાત શીખવા મળી છે.

ઘણીવાર પ્રગતિની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણે બીજા મનુષ્યમાં રહેલી ક્ષમતાને ઓળખીએ છીએ.

અદાણી ફાઉન્ડેશન ૧૯૯૬થીભારતના ૨૨ રાજ્યોના ૭,૦૦૦થી વધુ ગામડાઓમાં લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે, જેના પરિણામે દર વર્ષે ૧.૩ કરોડથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર પડી રહી છે.

પરંતુ દરેક આંકડા પાછળ એક માનવીય કથની છુપાયેલી હોય છે.એક એવી સ્ત્રી જે પોતાની શક્તિને ઓળખે છે, એક એવું બાળક જે પોતાના જન્મના સંજોગોથી ઉપર ઉઠીને સપનાં જોવાનું શરૂ કરે છે,  એક એવો પરિવાર જે પોતાનું ભવિષ્ય ઘડવાનો આત્મવિશ્વાસ કેળવે છે.એક વિધવા જે હવે પરિવારનાઅન્ય સભ્યો પર નિર્ભર નથી.આવી હજારો પ્રભાવશાળી કહાનીઓ છે.

 

મિત્રો, મારા માટે ‘સેવા’નો અર્થ આ જ છે.

દૂર રહીને કંઈક આપી દેવું એ સેવા નથી; પરંતુ લોકોની વાત સાંભળવી, તેમની સાથે રહેવું અને તેમને પોતાનું ભવિષ્ય ઘડવા માટે સક્ષમ બનાવવા એ જ સાચી સેવા છે. આ પ્રાચીન જ્ઞાન આપણને શીખ આપે છે કે આપણને જે કંઈતે પછી તે સંપત્તિ હોય, સંસાધનો હોય કે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેની સાથે તેને સમાજમાં પાછું આપીએ એવી એક જવાબદારી પણ આવે છે.

અને આ વાત મને ત્રીજા પ્રશ્ન તરફ લઈ જાય છે: એ છે વિકાસનું ટકાઉપણું.

હું આપની સાથે આજે એક અત્યંત અંગત વાત શેર કરવા ઇચ્છું છું.

જ્યારે મારા પતિગૌતમ અદાણી૬૦ વર્ષના થયા, ત્યારે અમારા પરિવારે તેમને પૂછ્યું હતું કે તેઓ ભેટમાં શું ઈચ્છે છે?

આ વેળા અમારા પરિવારના હૃદયની ખૂબ નજીક રહેલો એક વિચાર — ‘સેવા એ જ સાધના છે’થી પ્રેરાઈનેઅમે કલ્યાણકારી કાર્યો માટે છ અબજ ડોલરથી વધુ રકમ આપવાનો સંકલ્પ કર્યો.હું આ વાત આ રકમ કેટલી મોટી છે એટલા માટે નથી કરી રહી પરંતુ એટલા માટે કહું છું કે તે એક જવાબદારીનું પ્રતિનિધિત્વ કરે છે.

આટલા મોટા પાયાના સંકલ્પનું મૂલ્યાંકન માત્ર તેની જાહેરાતથી નહી, પરંતુ તેના દ્વારા નિર્માણ થતી તકો, ગરિમા અને કાયમી સંસ્થાઓના આધારે થવું જોઈએ.આ સંકલ્પ આપણને એ શીખવે છે કે જે મૂલ્યોની આપણે વાત કરીએ છીએ, તે મૂલ્યો આપણા જીવનકાળ પછી પણ આગળ વધતા રહેવા જોઈએ.

અમારા માટેસમાજની સેવા એ વ્યવસાયિક નફો કમાવવા જેટલી જ સંતોષકારક રહી છે.

સ્નેહીજનો,

ભારત જેવા વિશાળ દેશ સમક્ષ હજુ પણ ગરીબી, કુપોષણ, નિરક્ષરતા અને વીજળી જેવી પાયાની સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા જેવા ગંભીર પડકારો છે.

અદાણી સમૂહમાંઅમે ભારતના આ પડકારોને પહોંચી વળવા અને ૨૦૪૭ સુધીમાં એક વિકસિત રાષ્ટ્રના નિર્માણના સપનાને સાકાર કરવામાં યોગદાન આપવા માટે વિશાળ પાયે માળખાકીય પ્રકલ્પો અમલમાં મૂક્યા છે.તે સાથે જઅમે અમારી વ્યાપક જવાબદારીઓ અદા કરવા પ્રત્યે પણ સભાન છીએ.

રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયાને ટકાઉ બનાવવાના ભાગરૂપેઊર્જા સંક્રમણ અને માળખાકીય સુવિધાઓ માટે ૧૦૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કરવાનો અમે સંકલ્પ કર્યો છે.

ગુજરાતના ખાવડામાંવિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક અમે વિકસાવ્યો છે ત્યારે  ટકાઉપણું એ માત્ર વાર્ષિક અહેવાલના એક પ્રકરણ પૂરતું સીમિત ન રાખતા તેને વ્યવહારમાં મૂકવું પણ અનિવાર્ય છે.

અહીં જ ‘ધર્મ’ અંગેનું પ્રાચીન જ્ઞાન આજના આધુનિક ઉદ્યોગજગત માટે અત્યંત પ્રસ્તુત બને છે.

‘ધર્મ’ આપણને યાદ અપાવે છે કે વ્યક્તિએ પોતાના સ્વાર્થ કરતાં કર્તવ્યને પ્રાધાન્ય આપવું જોઈએ. પ્રગતિની સાથે સમાજ તથા આ ધરતી પ્રત્યેની જવાબદારી પણ જોડાયેલી હોય છે.

સમય વિતવા સાથેઆ વિચારધારાએ ‘વારસો’ વિશેની આપણી વ્યાખ્યા પણ બદલી નાખી છે.

વારસો એટલે આપણે આવનારી પેઢી માટે શું છોડીને જઈએ છીએમાત્ર એ નથી,વારસો એટલે એ છે કે આવનારી પેઢીના ભીતરમાં આપણે શું રોપીને જઈએ છીએ.

સંવેદનશીલતા, કરુણા, જવાબદારી, નમ્રતા અને સેવા કરવાની વૃત્તિ.

સંપત્તિ તો વારસામાં મળી શકે છે.પરંતુ મૂલ્યોને તો જીવનમાં ઉતારવા પડે છે.

દોસ્તો,

ટેક્નોલોજી શું કરી શકે છે એવો પ્રશ્ન પૂછવામાં આપણે અત્યંત હોંશિયાર થઈ ગયા છીએ.

હકિકત એ છે કે પારંપારિક જ્ઞાન આપણને એ પૂછવા પ્રેરિત કરે છે કે મનુષ્યોએ શું કરવું જોઈએ.

આ વાત મને ફરી એ પ્રશ્નની નજીક લઈ જાય છે જે પ્રશ્નથી મેં શરૂઆત કરી હતી.

હેતુપૂર્ણ જીવન જીવવાનો અર્થ શું છે?

જેમ જેમ હું મોટો થતો જાઉં છું, તેમ તેમ મારો જવાબ વધુ સરળ બનતો જાય છે.

કૃતજ્ઞતા સાથે સ્વીકારવું.જવાબદારી સાથે નિર્માણ કરવું, નમ્રતા સાથે અર્પણ કરવું અનેમાગંગાની જેમ

સતત વહેતા રહેવું.

ભૂતકાળનું ડહાપણ ભવિષ્યની પ્રગતિને વિવેકબુદ્ધિ પ્રદાન કરે, સમૃદ્ધિ આપણી જવાબદારીની ભાવનાને વધુ ગહન બનાવે અને આપણી સફળતા તેના સર્વોચ્ચ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરે.

તહેવારોના સમયમાંઆ દિવાળીનો દિવ્ય પ્રકાશ આપના ઘરોને આરોગ્યથી, આપના હૃદયોને કરુણાથી અને આપના જીવનને અખૂટ શાંતિથી ઝળહળતું કરી દે તેવી શુભકામનાઓ.

આભાર.

હર હર મહાદેવ.

 

Related posts

આતંકવાદના ખાતમા માટે સેના સરહદ પાર કરવા તૈયાર

સમાચાર એજન્સી યુએનઆઈનું મુખ્યાલય પોલીસે બળજબરીપૂર્વક સીલ કર્યુ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીએ ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં મોટા સીમાચિહ્નરૂપ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

GUJARAT NEWS DESK TEAM

થલાપતિએ ફ્લોર ટેસ્ટ જીત્યો, ટીવીકેને ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન મળ્યું, ભાજપ-પીએમકે વોકઆઉટ

દરિયો ખંગાળવાનું ભારતનું મિશન

GUJARAT NEWS DESK TEAM

બંગાળમાં સુવેન્દુ સરકાર આજથી શરૂ, ૫ મંત્રીઓએ શપથ લીધા,વડાપ્રધાન સહિત એનડીએના નેતા હાજર રહ્યાં

Leave a Comment