સ્પોર્ટ્સ

એશિયન મેન્સ વોલિબોલમાં ભારતનો સતત ત્રીજો વિજય, ચાઈનીઝ તાઈપેઈ સામે 3-1થી વિજય

અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પૂલ-એની મહત્વપૂર્ણ મેચમાં ભારતે ચાઈનીઝ તાઈપેઈને 3-1થી હરાવી સતત ત્રીજો વિજય મેળવ્યો છે.

મેચની શરૂઆતમાં ભારત પ્રથમ સેટ 22-25થી હારી ગયું હતું, પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર વાપસી કરી હતી. ભારતે આગામી ત્રણેય સેટ 25-14, 25-22 અને 25-22થી જીતી મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચમાં નવ પોઈન્ટ મેળવી પૂલ-એમાં ટોચનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.

ભારત હાલ નવ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બહેરીન છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ચાઈનીઝ તાઈપેઈ ત્રણ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. કઝાકિસ્તાન બે પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા એક પોઈન્ટ સાથે પાંચમા અને ન્યૂઝીલેન્ડ શૂન્ય પોઈન્ટ સાથે છેલ્લે છે.

અગાઉ એક મેચમાં પૂલ-બીમાં કતાર અને ઈન્ડોનેશિયા વચ્ચે અત્યંત રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. પાંચ સેટ સુધી ચાલેલી આ મેચમાં ઈન્ડોનેશિયાએ 3-2થી જીત મેળવી હતી.

કતારે પ્રથમ સેટ 25-14થી જીતી લીધો હતો, પરંતુ ઈન્ડોનેશિયાએ બીજા સેટમાં 25-22થી બરાબરી કરી હતી. ત્રીજો સેટ 32-30ના મેરેથોન સ્કોર સાથે ઈન્ડોનેશિયાના નામે રહ્યો હતો. ચોથો સેટ કતારે 27-25થી જીતી મેચ ફરી સમાન કરી હતી, પરંતુ નિર્ણાયક પાંચમા સેટમાં ઈન્ડોનેશિયાએ 15-13થી જીત મેળવી હતી.

પૂલ-બીમાં થાઈલેન્ડ પાંચ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. કતાર પણ પાંચ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે કોરિયા ચાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ઓમાન અને ઈન્ડોનેશિયા બંને બે-બે પોઈન્ટ સાથે આગામી રાઉન્ડ માટેની આશા જીવંત રાખી રહ્યા છે.

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભારતીય ટીમનું પ્રદર્શન સતત પ્રભાવશાળી રહ્યું છે અને ટીમ હવે નોકઆઉટ તબક્કા તરફ મજબૂત દાવેદાર તરીકે આગળ વધી રહી છે.

Related posts

ગુજરાતની દીકરીએ રચ્યો ઇતિહાસ: ભુવનેશ્વર ખાતે નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar) દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો.  

GLS યુનિવર્સિટી દ્વારા ‘વિકસિત ભારત’ માટે સ્ટાર્ટઅપ પ્રદર્શનનું આયોજન

પરિમલ નથવાણીએ જી.એસ.એફ.એ.ની ૪૮મી વાર્ષિક સાધારણ સભાની અધ્યક્ષતા કરી

વૈભવ સૂર્યવંશીએ ૧૧ બોલમાં ફિફ્ટી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2026 ની સ્પર્ધામાં વડોદરાનો વિજય

GUJARAT NEWS DESK TEAM

AFC U-17 એશિયન કપ 2026 ક્વોલિફાયર્સ – ગ્રૂપ Dની મેચ  22–30 નવે. દરમિયાન અમદાવાદના એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment