
ગાંધીનગર મહાનગરપાલિકાના માન.શાસક પક્ષના નેતાશ્રી અનિલસિંહ વાધેલાની ગ્રાન્ટ માંથી વોર્ડ-૨ માં સમાવિષ્ટ આંગણવાડી કેન્દ્રની સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને “પોષણ કીટ વિતરણ” અને “પોષણ ઉત્સવ-૨૦૨૬” ઉજવણી અંતર્ગત મિલેટ અને ટીએચઆર માંથી બનાવેલ વિવિધ વાનગી નિદર્શન કાર્યક્રમ રામદેવપીર હોલ, પેથાપુર ખાતે આયોજન કરવામાં આવ્યું.
પોષણ ઉત્સવ-૨૦૨૬ ઉજવણી અંતર્ગત મિલેટ અને ટીએચઆર માંથી બનાવેલ કુલ-૩૦ અલગ અલગ વાનગીઓમાંથી ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરની નિર્ણાયક ટીમ દ્વારા નિરીક્ષણ કરી નક્કી કરેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા બહેનોને મહાનુભાવોશ્રીના વરદ હસ્તે ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
ઉકત કાર્યક્રમમાં માન.ધારાસભ્ય રીટા પટેલ (ગાંધીનગર ઉત્તર), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, મહામંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ વાધેલા, સ્થાનિક કાઉન્સેલરો ગજેન્દ્રસિંહ વાધેલા, દિપ્તી પટેલ, પારૂલ ઠાકોર તેમજ વોર્ડ પ્રમુખ, અન્ય કાર્યકર્તાઓ, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.