ગુજરાત

વડોદરા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ 

વડોદરા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ
 
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડોદરા ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સદસ્યશ્રી જસવંતસિંહ ભાભોર તથા મધ્ય ઝોનના વિવિધ જિલ્લા અને મહાનગરના ભાજપા સંગઠનના પદાધિકારીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓને સતત સંપર્ક, સંવાદ તેમજ પ્રવાસ દ્વારા ભાજપાની સરકાર અને સંગઠનની દેશહિત અને જનહિતની કામગીરી તેમજ ભાજપાની અંત્યોદય, વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારધારા છેવાડાના નાગરિક સુધી પંહોંચાડવા હાકલ કરી હતી. તેઓએ બૂથના કાર્યકર્તાને ભાજપાની સૌથી મોટી તાકાત ગણાવી હતી. પ્રત્યેક બુથ પર માઇક્રોપ્લાનિંગ દ્વારા મજબૂત અને સુદ્રઢ સંગઠન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિવિધ વિષયો અંગે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું. શ્રી ગોરધનભાઈ ઝડફીયાએ ચુંટણી વ્યવસ્થા સંદર્ભે વિવિધ પાસાઓ અંગે છણાવટ કરી હતી.

Related posts

કેશોદ એરપોર્ટ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

પેટ્રોલ-ડિઝલ મામલે કોઇ પણ અફવા ન સાંભળવા મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ

રાજ્યપાલના અભિભાષણ સમયે AAP ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ટ્રેડ ડીલનો વિરોધ કર્યો

GUJARAT NEWS DESK TEAM

NEETની રિએક્ઝામમાં વાલીઓનો હોબાળો, હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા કઢાવ્યા

GUJARAT NEWS DESK TEAM

નિરવ બક્ષીની આગેવાનીમાં દરિયાપુર વોર્ડમાં વોટ ચોર ગાદી છોડ અભિયાન

GUJARAT NEWS DESK TEAM

મોદી સરકારની ‘નેમ ચેન્જર’ માનસિકતા : કોંગ્રેસની જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને રાજનીતિ કરવાનું ષડયંત્ર કરી રહી છેઃડો. મનિષ દોશી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment