ગુજરાત

સરદાર વલ્લભભાઈ સ્મૃતી ટ્રસ્ટ ના પ્રમુખ પદ નો કાર્યભાર પૂર્વ મંત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નીશીતભાઈ વ્યાસે જવાબદારી સ્વીકારી

 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની વર્ષ ૧૮૮૫ માં  સ્થાપના થઈ હતી, જેનો ધ્યેય દેશની આઝાદી અને ભારતીયો ના સપનાનું ભારત બનાવવા માટે થયો હતો. મહાત્મા ગાંધીજી વર્ષ ૧૯૧૫ માં  આફ્રિકા માં રંગભેદ સામે સત્યાગ્રહ કરી વિજય પ્રાપ્ત કરીને ભારત પાછા ફર્યા બાદ અહિંસાત્મક વિચાર ના આત્મબળ થી અંગ્રેજો સામે લડવા આગળ વધ્યા ત્યારે વર્ષ ૧૯૧૭ થી ૧૯૨૦ સુધી ગુજરાત સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૧૯૨૦ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નાગપુર અધિવેશન માં નવું બંધારણ અપનાવ્યું જેમાં ગુજરાત પ્રાંતિક સમિતિ ની સ્થાપના કરવામાં આવી હતી જેના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા. સરદાર સાહેબે પ્રમુખની જવાબદારી વર્ષ ૧૯૪૬ સુધી સંભાળી હતી. અમદાવાદના શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈ ની મદદ થી વર્ષ ૧૯૨૫ માં સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ભવનનો પ્લોટ સરદારસાહેબ દ્વારા ખરીદવામાં આવ્યો હતો., જ્યાં કોંગ્રેસ ભવન બનાવવાની શરૂઆત વર્ષ ૧૯૩૦માં કરવામાં આવી હતી. કોંગ્રેસ ભવનની ડિઝાઇન અને બાંધકામની જવાબદારી કસ્તુરભાઈ લાલભાઈએ સ્વીકારી હતી. વર્ષ ૧૯૩૧ માં કોંગ્રેસ ભવનનો કબજો મળતા શ્રીમતી સરલાદેવી સારાભાઈ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.યોગાનુયોગ વર્ષ ૧૯૩૦ માં ગાંધીજીની દાંડી યાત્રા થઈ ત્યારબાદ આ ભવન તૈયાર થયું અને ૧૯૩૧ માં ગુજરાત પ્રાંતિક સમિતિને તેનો કબજો મળ્યો. ગુજરાતની કોંગ્રેસએ ખરા અર્થમાં ગાંધી – સરદારની કોંગ્રેસ છે. વર્ષ ૧૯૩૨ માં કોંગ્રેસ પાસે થી અંગ્રેજો એ ભવન ઉપર કબજો લીધો ત્યારબાદ કોંગ્રેસ દ્વારા પ્રજાલક્ષી કાર્યો માટે ભવન પાછું મેળવવા લડાઈ લડી હતી. કસ્તુરભાઈ લાલભાઈ, અમૃતલાલ હરગોવનદાસ અને રવિશંકર મહારાજ જેવા શ્રેષ્ઠીઓ અને લોકસેવકો માટે મિલન સ્થળ અને ચર્ચા વિચારણા માટે અગત્યનું કેન્દ્ર બન્યું હતું.

સરદાર વલ્લભભાઈ સ્મૃતી ટ્રસ્ટ ની સ્થાપના વર્ષ ૧૯૭૭માં કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ટ્રસ્ટ નો મુખ્ય ઉદ્દેશ સરદાર સાહેબ અને સ્વતંત્રતા સંગ્રામ ના રાષ્ટ્રીય નેતાઓ ના વિચાર અને સંદેશ લોકો સુધી પહોંચાડવા. રાષ્ટ્રીય એકતા અખંડિતતા માટે કામગીરી કરવી , કુદરત આફતો વખતે જનસેવા, અસ્પૃશ્યતા જેવી સામાજિક બદી સામે લડવું, યુવા જનજાગરણ અને આંદોલન માટે પ્લેટફોર્મ આપવું. સંસ્થા ના ઉદ્દેશ્ય સમાજના વંચિત વર્ગ અનુસૂચિત જાતિ, આદિવાસી, પછાત વર્ગ અને અલ્પસંખ્યક સમાજ માટે શિક્ષા ના ક્ષેત્રે કામ કરવાનું છે.

સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ટ્રસ્ટ ના પ્રમુખ દેવેન્દ્રભાઇના નિધન બાદ આજરોજ સરદાર વલ્લભભાઈ સ્મૃતી ટ્રસ્ટ ના પ્રમુખ પદ નો કાર્યભાર પૂર્વ મંત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નીશીતભાઈ વ્યાસે જવાબદારી સ્વીકારી હતી. આવનારા સમયમાં સરદાર ગાંધીના વિચારને આગળ વધારતા તેમના વિચારો સાથે ગુજરાતમાં રચનાત્મક કાર્યોને આગળ વધારામાં આવશે.પદભાર સાંભળતી વખતે એઆઈસીસી ના સંપતિ વિભાગ ના જોઇન્ટ સેક્રેટરી અને ટ્રસ્ટી નિલેશભાઈ પટેલ (લાલાભાઈ ) , પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ચાવડા, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, ડૉ. એમી યાજ્ઞિક, ડો મનીષ દોશી, પંકજભાઈ શાહ, રાજુભાઈ બ્રહ્મભટ , સોનલબેન પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

Related posts

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

અમારો સંકલ્પ છે કે “નશામુક્ત ગુજરાત” અને “ગાંધીનગર સુધી પહોંચતા હપ્તામુક્ત ગુજરાતઃહેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

સરકાર કમોસમી વરસાદથી સંપૂર્ણ પાકના નાશથી પાયમાલ થયેલ ખેડૂતોને જેટલું વાવેતર છે તેટલું તેમને વળતર આપેઃ શક્તિસિંહ ગોહિલ

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓએ રસપૂર્વક નિહાળ્યો

GUJARAT NEWS DESK TEAM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ વહીવટીતંત્રમાં તળિયાઝાટક ફેરફારો, ૭૨ આઇએએસની સાગમટે બદલી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment