મારું શહેર

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘સમરસ્તા સંકલ્પ સભા’ યોજાઈ

 ગુરુપુર્ણિમાના પવિત્ર દિવસે સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર આયોજિત ‘સમરસ્તા સંકલ્પ સભા’માં વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી વિશ્વકર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો-મહંતોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.
ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા સંત રોહિદાસ સેવા સમાજ-ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં  જગદીશ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજનું પવિત્ર સ્થાન સમગ્ર સમાજ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ટેક્નોલોજીના યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ અવિચળ રહ્યું છે તે આપણા માટે ગૌરવની બાબત છે. ગુરુપૂર્ણિમા માત્ર ગુરુ વંદનાનો તહેવાર નથી, પરંતુ પોતાના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી ગુરુએ દર્શાવેલા સત્ય, સદાચાર અને સન્માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવાનો પવિત્ર અવસર છે.
તેમણે જણાવ્યું હતું કે, સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજ અગ્રણી સંત, મહાન સમાજ સુધારક અને સમરસ સમાજના પ્રખર પ્રણેતા હતા. તેમણે પોતાના જીવન અને વાણી દ્વારા સમાનતા, માનવતા અને કર્મપ્રધાન જીવનનો સંદેશ આપ્યો હતો. મનુષ્ય જન્મ કે જાતિથી નહીં પરંતુ તેના કર્મોથી શ્રેષ્ઠ હોય છે, તેવો શ્રી રવિદાસ મહારાજનો સંદેશ આજે પણ સમગ્ર માનવ સમાજ માટે માર્ગદર્શક છે.
 વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજે સમાજમાં રહેલા ભેદભાવને દૂર કરીને માનવતાને સર્વોચ્ચ સ્થાન આપવાનું કાર્ય કર્યું હતું. સમાજમાં રહેલી વિભાજનની માનસિકતા દૂર કરીને સમરસ અને સમાનતાપૂર્ણ સમાજના નિર્માણ માટે આપણે સૌએ તેમના વિચારોને જીવનમાં ઉતારવા અને જન-જન સુધી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ બનવું જોઈએ. સંતશ્રી રવિદાસજીના આદર્શો માત્ર એક સમાજ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે પ્રેરણાસ્ત્રોત છે.
તેમણે ઉપસ્થિત સૌને સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના સમરસતા, સમાનતા અને માનવતાના આદર્શોને જીવનમાં આત્મસાત કરી સામાજિક એકતા અને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને ઉપસ્થિત સૌ નાગરિકો સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની સામૂહિક આરતીમાં જોડાયા હતાં. આ કાર્યક્રમમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું ૧૧૦૦૦ નોટબુક થી સ્વાગત કરાયું હતું જેનું સ્થાનિક જરૂરિયાતમંદ બાળકોમાં વિતરણ કરવામાં આવશે.

Related posts

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

કુડાસણ રિલાયન્સ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા ગાંધીનગર મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ: નો-પાર્કિંગ સ્પેસમાં મૂકેલા વાહનો સામે કડક કાર્યવાહી

સરદારનગર વોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરી રહેલા લોકોને ડિમોલિશનની નોટિસ મળતા AAP પોલખોલ ટીમે રહીશોની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા નિમિત્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની સઘન ઝુંબેશ: સેક્ટર ૬ માંથી ૬૮ ઝૂંપડા અને ૨૩ લારી-ગલ્લા હટાવાયા

Leave a Comment