
ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે મહેશ્વરી (વૈષ્ણવ) સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી SIRની સત્યતા, લોકતંત્રની મજબૂતી માટે તેના મહત્વ અને રાષ્ટ્રહિત માટે તેની આવશ્યકતા અંગે સંવાદ કર્યો.