સ્પોર્ટ્સ

પરિમલ નથવાણીએ જી.એસ.એફ.એ.ની ૪૮મી વાર્ષિક સાધારણ સભાની અધ્યક્ષતા કરી

ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સ માટે પસંદગી પામી રહ્યા છે.આજે અમદાવાદમાં મળેલી જી.એસ.એફ.એ.ની ૪૮મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીના નેતૃત્ત્વમાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલ વધુ વિકસે અને સમૃદ્ધ બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં હાલ કુલ ૧૮,૩૩૪ ફૂટબોલ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલા છે અને એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ. અન્વયે હાલમાં રાજ્યમાં કુલ ૭,૩૬૩ જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી ૪૪૮૩ ખેલાડીઓએ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો. જી.એસ.એફ.એ.ના વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતની શુભાંગી સિંઘે છહ્લઝ્ર ેં-૨૦માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું તેમજ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીત પણ મેળવી હતી. જ્યારે ખુશ્બુ સરોજે ેં-૧૭અને ેં-૨૦માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ખુશ્બુ સરોજની સાથે રાજ્યની તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પણ પસંદગી કરાઈ હતી અને તેમણે જીછહ્લહ્લ વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે પુરુષ ખેલાડીઓમાં વિશાલ દૂબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદ થયા હતા અને કુવૈત ખાતે યોજાયેલી છહ્લઝ્ર ફૂટસાલ ચેમ્પિયનશીપમાં દેશ વતી રમ્યા પણ હતા.
જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ શ્રી પરિમલ નથવાણીએ જી.એસ.એફ.એ.ની પ્રગતિ વિષે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે જી.એસ.એફ.એ.ના પ્રયાસ અને પ્રોત્સાહનથી ગુજરાતમાંથી ફૂટબોલ અને ફૂટસાલની રમતના ઓફિશિયલ્સ પણ નામના મેળવી રહ્યા છે. જી.એસ.એફ.એ. સાથે સંકળાયેલા ગુજરાતના શક્તિસિંહ ચૌહાણે હ્લૈંહ્લછ કોચ એજ્યુકેશન ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત વિશાલ વાજા તેમજ રચના કામાણી હ્લૈંહ્લછ ફૂટસાલ ઓફિશિયલ તરીકે પસંદગી પામ્યા હતા.
આ વર્ષે ગુજરાતમાં છૈંહ્લહ્લ ટુર્નામેન્ટો ઉપરાંત ટ્રાઈબલ ગેમ્સ, ૧૦ જેટલી ઈન્ટર ડિસ્ટ્રીક્ટ તથા તેટલી જ ક્લબ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવાના જી.એસ.એફ.એ. દ્વારા કરાઈ રહેલા અથાગ પ્રયાસોના હવે સારાં પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે તે અંગે આનંદ વ્યક્ત કરતાંજી.એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ), શ્રી પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું કે, “જી.એસ.એફ.એ. દ્વારા ૨૦૨૫-૨૬ દરમિયાન ઈન્ટર ડિસ્ટ્રીક્ટ, ક્લબ કક્ષાની તેમજ છૈંહ્લહ્લ અસ્મિતા ટુર્નામેન્ટો તથા ટ્રાઈબલ ગેમ્સ મળીને ૩૦થી વધુ વિવિધ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.”
આવનારા સમયમાં ગુજરાતમાં બીચ સોકર અને ફૂટસાલ ટૂર્નામેન્ટોને પણ વધુ ગતિમાન બનાવવાનો
શ્રી પરિમલ નથવાણીએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ માટે વધુને વધુ ઝ્રજીઇ ફંડ વિવિધ કંપનીઓ તેમજ સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત થાય તો રાજ્યમાં ફૂટબોલના માળખાનો ઝડપથી વિકાસ થઈ શકે છે તે બાબત પર ભાર મૂકાયો હતો.
જી.એસ.એફ.એ.ના માનદ્ મહામંત્રી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એક્ટિવિટી રિપોર્ટની સાથે નવા ફૂટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કર્યું હતું અને સભ્યો સમક્ષ વાર્ષિક ઑડિટેડ હિસાબો રજૂ કર્યા હતા.
આ એ.જી.એમ.માં જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ સર્વ શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને શ્રી અરૂણસિંહ રાજપૂત ઉપરાંત માનદ્ મહામંત્રી શ્રી મૂળરાજસિંહ ચુડાસમા, માનદ્ ખજાનચી શ્રી અંકિત પટેલ તેમજ જી.એસ.એફ.એ. સાથે જાેડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જીલ્લા એસોસિયેશનના બંધારણમાં સુધારા ઉપરાંત અલગ-અલગ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજન તથા ફૂટસાલ, બીચ સોકર અને અસ્મિતા લીગ અંગેની પણ ચર્ચા કરવામાંઆવી હતી.

Related posts

ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીમાં આજે ચાર મેચ રમાશે

GUJARAT NEWS DESK TEAM

ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

GUJARAT NEWS DESK TEAM

સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2026 ની સ્પર્ધામાં વડોદરાનો વિજય

GUJARAT NEWS DESK TEAM

GLS યુનિવર્સિટી દ્વારા ‘વિકસિત ભારત’ માટે સ્ટાર્ટઅપ પ્રદર્શનનું આયોજન

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અમદાવાદ ચેમ્પિયન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment