
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 ની લીગ સ્ટેજ ના ક્વાલીફાઈ રાઉન્ડ રાજકોટ ખાતે રમાઇ રહેલ છે. જે અંતર્ગતગઇકાલે યોજાયેલી મેચમાં
નર્મદા ની ટીમે સુરેન્દ્રનગર ને 2-0 થી હરાવી હતી, વલસાડે અમરેલી ને 8-1 થી હરાવેલ, દેવભૂમિ દ્વારિકાએ પોરબંદર ને મહાત આપી હતી.
જ્યારે મોરબી અને બનાસકાંઠા વચ્ચેની મેચ ડ્રો થઇ હતી… આજે
સુરત અને નવસારી વચ્ચે, દાહોદ અને ભાવનગર વચ્ચે, પાટણ અને બોટાદ વચ્ચે મેચ રમાશે જ્યારે પ્રથમ ક્વાર્ટર ફાઇનલ ગ્રુપ A ના વિજેતા નર્મદા અને ગ્રુપ B ના વિનર દેવભૂમિ દ્વારિકા વચ્ચે મૂકાબલો થશે..