OTHER

અસારવા યુથ સર્કલ દ્વારા ‘સિદ્ધિ ના સન્માન’ કાર્યક્રમ યોજાયો

અસારવા યુથ સર્કલ દ્વારા પ્રમુખ શ્રી સંજય પટેલના માર્ગદર્શન હેઠળ ‘સિદ્ધિ ના સન્માન’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અભ્યાસ, કથક તથા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી રંજનાબેન મનુભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. અતિથિ વિશેષ શ્રીમતી ગીતાબેન પટેલ, તંત્રી – માનવ મિત્ર સાંધ્ય દૈનિક, એ પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરી સતત મહેનત અને પ્રગતિ માટે પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ, મહાનુભાવો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ શ્રી સંજય પટેલ તથા અસારવા યુથ સર્કલના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમને સહયોગ આપવા બદલ પી.સી. સ્નેહલ ગ્રૂપનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અસારવા યુથ સર્કલે ભવિષ્યમાં પણ સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરતા આવા પ્રેરણાદાયી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related posts

એક ઇન્ટરેક્ટિવ જાગૃતિ સત્રમાં એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ માત્ર પીઠનો દુખાવો નથી; તે આંખ, આંતરડા અને ત્વચાને પણ અસર કરી શકે છે: તબીબી નિષ્ણાતો

વિધાનસભા ગૃહના નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી

GUJARAT NEWS DESK TEAM

અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સનો ભારતની શ્રેષ્ઠ ઉભરતી શાળાઓમાં સમાવેશ

GUJARAT NEWS DESK TEAM

શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે પુરૂષોત્તમ માસ દરમિયાન વિવિધ મનોરથોનું આયોજન : શ્રી ભાગવતઋષિ

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે

GUJARAT NEWS DESK TEAM

ડાંગ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ, સાપુતારામાં ૧૩ ઇંચ વરસાદથી પૂર

Leave a Comment