બિઝનેસ

હોક્કો આઈસ્ક્રીમ x મિર્ઝાપુર: ધ મૂવી – બુલેટ આઈસ્ક્રીમ

હોક્કો આઈસ્ક્રીમ્સે મિર્ઝાપુરઃ ધ મુવી સાથે કોલોબ્રેશનકરીને ફ્રેન્ચાઈઝીના સૌથી ઓળખી શકાય તેવા પ્રતીકોમાંના એક – બુલેટને એક આઇસ્ક્રીમના અણધાર્યા નવા સ્વરૂપમાં જીવંત કર્યું છે.

આ કોલોબ્રેશનબે અલગ વિશ્વોને એકસાથે લાવે છે, જે મિર્ઝાપુર ફિલ્મની વિઝ્યુઅલ ભાષામાંથી પ્રેરણા લે છે અને તેના સૌથી પ્રતીકાત્મક પાસાને સંપૂર્ણ અણધાર્યો આકાર આપે છે.

ફિલ્મ પહેલા લોન્ચ થઈ રહેલા, હોક્કો × મિર્ઝાપુર – બુલેટ આઈસ્ક્રીમ, ચાહકોને આ વખતે ફ્રેન્ચાઇઝની દુનિયા સાથે કોલોબ્રેશનની એક નવી તક આપે છે, જેનો શ્રેષ્ઠ આનંદ ઠંડકથી માણી શકાય છે.

આ કોલોબ્રેશનશા માટે

મિર્ઝાપુર અને હોક્કો બંને પોતાની આગવી કાર્યશેલી માટે જાણીતા છે.

મિર્ઝાપુરે તેના લાર્જર-ધેન-લાઇફઅને સંકોચ વિનાના પાત્રો, સંવાદો અને સાંસ્કૃતિક ધોરણોને પોપ-કલ્ચર સંવાદોમાં પરિવર્તિત કરી ભારતીય મનોરંજન ફલક પર એક અલગ સ્થાન મેળવ્યુ છે.

હોક્કો પણ આજ રીતે આઈસ્ક્રીમમાં અણધારી નવીનતા લાવવા માટે પ્રખ્યાત છે.પરિચિત વિચારોની સતત પુનઃકલ્પના કરે છે અને આઈસ્ક્રીમના દેખાવ, અનુભવ અને સ્વાદમાં સતત નવીનતાઓ માટે કાર્ય કરે છે.

આથી, જ્યારે આ બે વિશ્વ એક સાથે આવ્યા ત્યારે મિર્ઝાપુરના વિશ્વમાંથી સૌથી વધુ પ્રચલિત તેવા પ્રતીકોમાંથી એકને સંપૂર્ણપણે નવા રૂપમાં પલટાવી દેવાની તક મળી.

 

અંકિત ચોના, (સ્થાપક, હોક્કો આઈસ્ક્રીમ) એ જણાવ્યું હતું કે અમે હંમેશા એમ માનીએ છીએ કે સૌથી રોમાંચક આઈસ્ક્રીમ એ છે જે તમને રોકે છે, તમને તેને બે વાર જોવા માટે અને એ કહેવા માટે પ્રેરે છે કે, ‘મારે આ આઇસ્ક્રીમ ખાવો પડશે.‘ બુલેટ આઇસક્રીમ મિર્ઝાપુરના કલ્ટ વિશ્વ અને અમારા નવીનત્તમ આઈસ્ક્રીમ અનુભવોપીરસવાના જુસ્સાને એકસાથે લાવીને આને એક ડગલું આગળ લઈ જાય છે.

 

તે બોલ્ડ છેઅને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે, જે મિર્ઝાપુરના લાર્જર-ધેન-લાઇફ વિશ્વમાંથી પ્રેરણા લે છે. આ પ્રકારની અણધારી, સંસ્કૃતિ-આધારિત નવીનતાઓની રચના કરવી અમને હોક્કોમાં ખૂબજ પસંદ છે.”

 

આકોલોબ્રેશન વિશે બોલતા, એક્સેલ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ, વિશાલ રામચંદાનીએ જણાવ્યું હતું કે, “મિર્ઝાપુરનો હંમેશા પોતાનો એક અલગ અંદાજ રહ્યો છે, અને હોક્કો પણ તે જ બોલ્ડ જુસ્સો ધરાવે છે. આ કોલોબ્રેશન મિર્ઝાપુરની દુનિયાને ફિલ્મના પડદાની બહાર લઈ જવા અને લોકોના રોજિંદા જીવનમાં લાવવાનો એક મનોરંજક માર્ગ છે.”

 

મિર્ઝાપુર: મૂવી વિશે

એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત, મિર્ઝાપુર: ધ મૂવી ગુરમીત સિંહ દ્વારા દિગ્દર્શિત, પુનીત કૃષ્ણ દ્વારા લખાયેલ છે, અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત છે.

 

આ ફિલ્મનું સહ-નિર્માણ કાસિમ જગમગિયા અને વિશાલ રામચંદાની દ્વારા કરવામાં આવ્યું છે.

 

મિર્ઝાપુર: ધ ફિલ્મ 4 સપ્ટેમ્બર, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

પ્રોડક્ટ વિશે:

મિર્ઝાપુર – ધ મૂવીથી પ્રેરિત, આ પ્રકારનો પહેલો બુલેટ આકારનો આઈસ્ક્રીમ.

  • પેકેટની સાઇઝ: 5નું પેક
  • MRP: ₹૧૦૦
  • ફ્લેવર: ચોકલેટ કોટિંગ સાથે ચોકલેટ આઈસ્ક્રીમ
  • ઉપલબ્ધતા: Q-કોમર્સ અને જનરલ ટ્રેડ દ્વારા પ્રાપ્ય

 

Related posts

સ્ટર્લિંગ હોસ્પિટલ્સે રજૂ કર્યું ‘એલ્ડરલી ફર્સ્ટ’ પ્રિવિલેજ કાર્ડ, કરૂણા અને ઉત્કૃષ્ટતા સાથે વડીલોની આરોગ્ય સંભાળને પુનઃવ્યાખ્યાયિત કરે છે

GUJARAT NEWS DESK TEAM

ભારતના સૌથી મૂલ્યવાન પ્રથમ પેઢીના વ્યવસાયીકોમાં અદાણી મોખરે 

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્રીન એનર્જીની મજબૂતી પર મહોર, સ્થિર આઉટલુક સાથે રેટિંગ અપગ્રેડ

GUJARAT NEWS DESK TEAM

બેંક ઓફ અમેરિકાએ અદાણી ગ્રુપના બોન્ડ્સને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

          એસીસીએ Q2 અને H1 FY’26 માં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

વિશ્વના સૌથી કાર્યક્ષમ બંદરોમાં અદાણી પોર્ટસને ટોચનું સ્થાન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment