સ્પોર્ટ્સ

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ઃપ્રોગ્રેસિવ એસએ (ગુજરાત) ની ટીમ અને દિલ્લી  ની ડીફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હઁટર્સ ટીમ વચ્ચે નો જોરદાર મુકાબલો 5-5 થી ડ્રૉ.   

 

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેસન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 નો સાનદાર પ્રારંભ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (એસએજી) ભાવનગર ના ઇંડોર સ્ટેડિયમ ખાતે આજ રોજ  તારીખ 17.6.26  થી થઈ ગયેલ  છે.

આજ રોજ રમાયેલ પહેલા મેચ માં બિલ્ડ અપ સ્પોર્ટ્સ,( મધ્ય પ્રદેશ) ની ટીમે રોહિતસિંહ ના 3 ગોલ, પાઓલેંમોઈ ના 2, ઋષભ ના 2, શુભમ અને અનિકેતકુમાર ના 1-1 ગોલ થી  પોંડા ફૂટબોલર (ગોવા) ની ટીમ ને 9-6 થી મહાત આપેલ પોંડા ફૂટબોલર (ગોવા) તરફ થી મીચેલ સિલ્વા ના 2, ક્રિશવેલ જોશેફ, સેમ્યુલ, અસ્વેલ અને સંતોષ ના 1-1 ગોલ થયેલ.

બીજા મેચ માં મિલત એફસી (મહારાષ્ટ્ર) ની ટીમે જોરદાર મુકાબલા માં કિંગન પિન્ટો અને સન્ની કોવી ના 1-1 ગોલ ની મદદ થી  મિનરવા અકેડેમી (પંજાબ) ને 2-1 થી હરાવેલ, મિનરવા અકેડેમી (પંજાબ) તરફથી મો. આજમ ખાન દ્વારા 1 ગોલ થયેલ.

ત્રિજા અને અંતિમ મેચ માં પ્રોગ્રેસિવ એસએ (ગુજરાત) ની ટીમ અને  ગોલ હઁટર્સ (દિલ્લી – ડીફેન્ડિંગ ચેમ્પિયન) નો મેચ 5-5 થી ડ્રૉ થયેલ. આ જોરદાર મેચ માં હાફ ટાઇમ નો સ્કોર 3-3 હતો. ગુજરાત ના લાલસાવ્મ્પુયા ના 2 ગોલ, અમન શાહ, નિખિલ માલી, ચૈતન કુમારપંત ના 1-1 ગોલ થયેલ.  ગોલ હઁટર્સ ટીમ ના માનવ રાવત, કૃષ્ણ કુમાર, સહિલ કુમર, મહિપ અધિકારી અને મુકુલ શૌન દ્વારા 1-1 ગોલ થયેલ.

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2025-26 માં ઈન્ડિયા ની 13 રાજ્યો ની નામાંકિત ક્લબો ની ટીમો  ને એન્ટ્રી આપવામાં આવેલ છે.  બધી ટીમો ને 4 ગ્રુપ માં વહેચવામાં આવેલ છે.

18.6.26 ના રોજ એફસી બુશહર (હિમાચલ પ્રેદેશ) અને કોરમંડલ એફસી (આંધ્ર પ્રેદેશ) વચ્ચે. ગંગાનગર સિટી એફસી (રાજેસ્થાન) અને  યંગ હેયર્ટ્સ એફસી (દાદરા નાગર હવેલી, દમણ –દીવ) વચ્ચે મેચ રમાશે.

Related posts

કર્ણાવતી ક્લબ દ્વારા સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન

ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગેમ્સ પ્રસ્તાવ રજૂ કર્યો

GUJARAT NEWS DESK TEAM

એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત જુનિયર બોયઝ સમર કોચિંગ કેમ્પ નું આયોજન

રાજસ્થાનના જયપુર ખાતે રમાનારી સંતોષ ટ્રોફી માટેની ગુજરાતની ટીમ આજે રાત્રે આઠ વાગે રવાના થશે..

GUJARAT NEWS DESK TEAM

 ઉર્વિલ પટેલનું તોફાન, ૧૩ બોલમાં ફટકારી ફિફ્ટી

અમદાવાદમાં આવતીકાલથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિં ચેમ્પિયનશીપ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment