ગુજરાત

કેગના અહેવાલમાં ચોકાવનારો ખુલાસો, ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામમાં ૮૨.૫૭ કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ઉઘાડી લૂંટ ઉપર સવાલ ઊભા કર્યા હતા. ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામ ના પ્રોજેક્ટ ઓફિસર ઉપર કેગના રિપોર્ટમાં ગંભીર નાણાકીય ગેરરીતિ ના  ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ ના પ્રોગ્રામ ઓફિસર કિરણ પરીખ વર્ષ ૨૦૧૬- ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૫- ૨૦૨૬ સુધી ફરજ બજાવતા હતા. કેગના અહેવાલમાં કિરણ પરીખના નામનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કિરણ પરીખ દ્વારા પોતાની જ પત્ની બીના કિરણ પરીખના નામ ની કંપની બાયો ટ્રસ્ટ મેડિકલ ડીવાઈસીસને ૮૨.૫૭ કરોડના વિવિધ કામના ઓર્ડર આપી દેવા માં આવ્યા. આ ઘટના સીધું કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નું  ઉદાહરણ છે. ફાઇલો માં GSTની વિગત અને ઇમેઇલ ની માહિતીમાં બાયો ટ્રસ્ટ મેડિકલ ડીવાઈસીસમાં કિરણ પરીખની પત્નીની માલિકીના પુરાવા ના આધારે કેગ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે.
ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ માં ઘર ના ભુવા ઘર ના ડાકલા જેવો તાલ થયો છે. સંસ્થા પોતે કેગ ને જવાબ આપતી વખતે સ્વીકારે છે કે પ્રોજેક્ટ ઓફિસર ના પિતા અને ભાઇઓ આ પ્રોજેક્ટ માં શામિલ છે. કિરણ પરીખના ભાઈઓ અને પિતા નું પોસ્ટિંગ ખરીદી સંબંધિત ખાતામાં અને અલગ અલગ અગત્ય ની જગ્યાએ પોસ્ટેડ હતા. શું ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કિરણ પરીખ અને પરિવાર નો ફેમિલી પ્રોજેક્ટ હતો? શું ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ ને ખાનદાની ધંધો બનાવીને ૮૨.૫૭ કરોડનું કરી નાખનારમાં કોઈ બીજા ની ભાગીદારી હતી? વર્ષ ૨૦૧૬ – ૨૦૧૭ થી ૨૦૨૫- ૨૦૨૬ ના દશ વર્ષ દરમિયાન કોઈ પણ અધિકારી સામે ૮૨.૫૭ કરોડની ગેરરીતિ સામે ના આવી ? અત્યાર સુધી આ ૮૨.૫૭ કરોડના ભ્રષ્ટાચાર ને કોણ છાવરતું હતું? શું આ કર્મચારીઓ ને માત્ર છૂટા કરવા કે રાજીનામા લેવા થી ૮૨.૫૭ કરોડનો ભ્રષ્ટાચાર ઢંકાઈ જશે? કેગ ના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ખરીદી ના હિસાબો, ફાઇલો ના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. શું આ પ્રકારના ભ્રષ્ટાચાર માટે ફોજદારી ફરિયાદ થવી ના જોઈએ? કિરણ પરીખ વર્ષ ૨૦૧૪માં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના ટેક્નિકલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યાર વર્ષ ૨૦૧૮ માં પ્રોજેક્ટ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કિરણ પરીખ અને પરિવાર દ્વારા ૮૨.૫૭ કરોડ રૂપિયા ના કોન્ટ્રાક્ટો મેળવવા પાછળ કોણ જવાબદાર છે, ગેરરીતિ ના મળતિયાઓ ની માહિતી સરકાર દ્વારા ખુલ્લી પાડવામાં આવે.
કેગ ના અહેવાલમાં સ્ટેરાઇલ કન્ટેનરના ખરીદીના ઉદાહરણ મૂકવામાં આવ્યું છે, જેમાં ૫,૯૨,૩૭૫.૬૭ રૂપિયા ના ૪૦ યુનિટ ની ખરીદી કરવામાં આવી હતી. કુલ ૨,૩૬,૯૫,૦૨૬.૮૦ રૂપિયા નો કોન્ટ્રાક્ટ સિંગલ બિડર તરીકે બાયો ટ્રસ્ટ મેડિકલ ડીવાઈસીસ નામ ની કંપની ને આપી દેવામાં આવ્યો હતો. બિડિંગ સમય મૂળ ૨૧ દિવસ ની જગ્યા એ માત્ર ૧૧ દિવસમાં જ કિરણ પરીખ ના પરિવારને આપી દેવામાં આવ્યો હતો. કંપની ને સોલિટેરી ઓફર થી કોન્ટ્રાક્ટ ના ચોંકાવનારો ખુલાસો કેગ અહેવાલ માં બહાર આવ્યો છે.માર્કેટ સર્વે ના નામે AIIMS નાગપુર દ્વારા ખરીદી નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો છતાં એક પણ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ મૂકવા માં આવ્યા નહોતા. નબળા ડોક્યુમેન્ટેશન આધારે કેગ રિપોર્ટ ઉલ્લેખ કરે છે કે ખરીદી માં ક્ષતિઓ જોવા મળે છે. સરકાર ના આરોગ્ય વિભાગના નાક નીચે આ પ્રકારના ભ્રષ્ટાચાર ઉપર ઉદાસીન છે, શું આરોગ્ય વિભાગ ઉદાહરણ રૂપ પગલા લેશે કે પછી ભ્રષ્ટાચારીઓ ને છાવરવાંના કામ કરશે તે સૌથી મોટો સવાલ છે?

Related posts

“શહેરો વિકાસનું એન્જિન છે : દેશના સ્થાયી વિકાસ માટે શહેરો ગતિશીલ, ઉત્પાદક અને કાર્યક્ષમ હોવા જરૂરી– ટાઉન પ્લાનર તજજ્ઞો

GUJARAT NEWS DESK TEAM

બેરોજગારીના આક્ષેપો તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત, વાસ્તવમાં સમસ્યા આંકડાઓમાં નહીં પણ વિપક્ષની માનસિકતામાં- ડૉ. અનિલ પટેલ

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

GUJARAT NEWS DESK TEAM

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં 649 પદવીઓ એનાયત કરવામાં આવી

GUJARAT NEWS DESK TEAM

જાંબુઘોડા તાલુકામાં ભાજપના નેતા મયંક દેસાઈ સામે મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ કોણ દબાવે છે? :  અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment