ક્રાઇમ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 25 કરોડ 65 લાખ કરતાં વધુનું ડ્રગ્સ ઝડપ્યું

સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં સપાટો બોલાવીને આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કને સફળતાપૂર્વક તોડી નાખ્યું છે.
આ દરોડામાં પોલીસે કરોડો રૂપિયાની કિંમતના ઝેરી પદાર્થો સાથે ત્રણ કુખ્યાત અપરાધીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, રહે. નવી દિલ્હી) સામેલ છે, જે વર્ષ ૨૦૧૪માં અમૃતસરમાં ૧૦૦ ગ્રામ હેરોઇન અને ૨૦૧૯માં ૩૦૦ કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવે છે. બીજો આરોપી મોહમ્મદ ઇમરાન અલ્વી (ઉંમર 38, રહે. મેરઠ) છે, જે છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત શખ્સ છે. જ્યારે ત્રીજો આરોપી કફીલ અહેમદ (ઉંમર 59, રહે. નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં ૧૮.૫ કિલો ચરસ, અમદાવાદમાં ૧૦૦ ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે ૩ કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.
આ ત્રણેય કુખ્યાત પેડલરો પાસેથી પોલીસે કુલ ૨,૪૯૭.૪૯૦ ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (જેની કિંમત ૧.૨ કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને ૪,૫૩૧.૨૨૦ ગ્રામ હેરોઇન (જેની કિંમત ૫ કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે.
સચોટ બાતમી અને બંને ક્રાઇમ બ્રાન્ચની દીર્ઘદ્રષ્ટિ ભરેલી સંયુક્ત કામગીરીથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા આ ભયાનક ડ્રગ્સ રેકેટનો વ્યુહ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

Related posts

એક લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક-યુવતી ઝડપાયા

અઢી દાયકાથી ફરાર આરોપી સીબીઆઇના સકંજામાં

GUJARAT NEWS DESK TEAM

ત્રણ કરોડથી વધુની એમ્બર્સગ્રીન સાથે એક ઝડપાયો

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં સરેઆમ ગોળીબારથી ગભરાટ

GUJARAT NEWS DESK TEAM

મેનેજરને ચોથા માળેથી ફેંકી હત્યા, સ્પાની આડમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ

અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી કેદી માલદે પરમાર મેનગેટ પરથી ફરાર

Leave a Comment