ક્રાઇમ

બાંગ્લાદેશના વતની એવા કુલ ૬૧ ગેરકાયદેસર વિદેશી નાગરિકોને અમદાવાદ ક્રાઇન બ્રાંચ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા

 

આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા અને શહેરની સલામતી વધુ સુદૃઢ બનાવવાના હેતુથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરુદ્ધ વ્યાપક અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ અભિયાન દરમિયાન મુખ્યત્વે બાંગ્લાદેશના વતની એવા કુલ ૬૧ ગેરકાયદેસર વિદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

શહેરના વિવિધ ઝોનમાં સઘન બાતમી અને ગુપ્ત માહિતી એકત્રિત કરી, સુઆયોજિત રીતે સંકલિત દરોડા પાડીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા શહેરની સુરક્ષા સામે સંભવિત જોખમોને દૂર કરવાની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ (Zero Tolerance Policy)ને અનુસરીને સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ અને ચકાસણી માટેની કડક પ્રક્રિયા તેમજ તેમની વિરુદ્ધ કાયદેસરની નિર્ણાયક કાર્યવાહી આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રાખવામાં આવશે, જેથી તહેવારોના સમયગાળા દરમિયાન તેમજ ત્યારબાદ પણ તમામ નાગરિકોની શાંતિ, સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

હાલ અટકાયતમાં લેવામાં આવેલા વિદેશી નાગરિકો સામેની કાયદેસરની કાર્યવાહી તથા દેશનિકાલ (Deportation) અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

અમરેલી સાયબર ક્રાઈમે ૭,૦૦૦ કિમી દૂર બેઠેલા બિન-નિવાસી ભારતીયને ન્યાય અપાવ્યો

અમદાવાદમાં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ

અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી કેદી માલદે પરમાર મેનગેટ પરથી ફરાર

ડ્રગ્સ સાથે બેની ધરપકડ

GUJARAT NEWS DESK TEAM

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

Leave a Comment