
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આવતીકાલે ગાંધીનગર ખાતે આયોજિત સભામાં બહોળી સંખ્યામાં ચૈતરભાઇના સમર્થનમાં પધારવા લોકોને આમંત્રણ પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ નામે ‘આદિવાસી ન્યાય યાત્રા’ ના અંતિમ દિવસે જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના અસ્તિત્વ માટે કામ કર્યું છે, ચૈતર વસાવાએ આદિવાસી સમાજની લડાઈ લડવાનું કામ કર્યું છે, ચૈતર વસાવાએ આદિવાસી સમાજને સમગ્ર ગુજરાતમાં લઈ જવાનું કામ કર્યું છે. ચૈતર વસાવાએ ખેડૂતો માટે કામ કર્યું છે, વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કામ કર્યું છે, વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે કામ કર્યું છે. તો હવે હું આદિવાસી સમાજ સહિત તમામ સમાજના લોકોને કહેવા માગું છું કે હવે ચૈતર વસાવાને આદિવાસી સમાજ સહિત તમામ લોકોના સમર્થનની જરૂરત છે અને ગાંધીનગરમાં આયોજિત મોટી જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં પધારો, પૂરી તાકાતથી વધુમાં વધુ સંખ્યામાં આપ તમામ લોકો ગાંધીનગરમાં આવો એવી હું અપીલ કરું છું.