OTHERગુજરાત

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

 છેલ્લા ૨૪ કલાકમાં કપરાડામાં ૧૦ ઈંચ, પોશીના, ધરમપુરમાં ૬-૬ ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ, પાલનપુરમાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા : સૌથી વધુ દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં ૧૦ ઈંચ, પોશીના,ધરમપુર તાલુકામાં ૬-૬ ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ,
સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા,  પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે. આ ઉપરાંત મહેસાણા, ટંકારા, બાયડ સિદ્ધપુર, રાપર, જામકંડોરણા,ધાનપુર ખેરગામ, ઈડર, વાપી, સાગબારા, ઝાલોદ, ખેરાલુ, વિસનગર, બાલાસિનોર, તિલકવાડા, માળીયા, દસક્રોઈ, હાલોલ, ઝાંબુધોડા, દસાડા, સંખેડા, દાહોદ, વિરમગામ, ધોરાજી, જોડીયા, જોટાણા, વલસાડ, કડાણા, હળવદ, સૂઈગામ, ઉંઝા, રાજકોટ, થરાદ, બોડેલી, ધ્રોલ અને વડનગર મળી કુલ ૩૮ તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના અન્ય ૭૫ તાલુકાઓમાં એક થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં ૧૦૬.૫૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૦૭.૩૪ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૯૧.૨૯ ટકા અને દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો છે.

Related posts

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂક

GUJARAT NEWS DESK TEAM

રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ રૂપિયા ફાળવ્યા

GUJARAT NEWS DESK TEAM

સરકાર એ આવનારા સમય માં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએःઃ કઠવાડિયા

GUJARAT NEWS DESK TEAM

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની મતદારયાદીમાં ચૂંટણી પંચના SIR દ્વારા પ્રાથમિક કમી કરાયેલા મતદારોના આંકડાઓએ કોંગ્રેસના વોટચોરીના આક્ષેપને સાચો ઠેરવ્યો.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment