OTHER

આઇટીસી નર્મદાએ 2025 ક્રિસમસ ટ્રી ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું

લોક પરંપરાઓ અને તહેવારોની ચમકનો અનોખો સંગમ

આઇટીસી નર્મદાએ 2025 ક્રિસમસ ટ્રી ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું

સ્થાનિક વારસાના ઘટકોની સાથે તહેવારોની ઉજવણીમાં નવા રંગો ઉમેરવાની પોતાની પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં આવેલી લક્ઝરી કલેક્શન હોટલ આઇટીસી નર્મદાએ વર્ષ 2025ના ક્રિસમસ ટ્રીના ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું. ‘ગરબો ઑફ લાઇટ્સ’ તરીકે ઓળખાતું આ વર્ષનું ક્રિસમસ ટ્રીનું ઇન્સ્ટોલેશન 25 ફૂટ જેટલું ઊંચું હશે, જેને વાઇબ્રન્ટ ગરબામાંથી પ્રેરણા લઇને તૈયાર કરવામાં આવ્યું છે.

500 રંગબેરંગી ડાંડિયા અને 200 જેટલી ઝગમગતી લાઇટ્સ વડે શણગારવામાં આવેલા આ 250 કિગ્રાના ઇન્સ્ટોલેશને પરંપરાને કલાનું સ્વરૂપ આપ્યું છે. પ્રત્યેક ડાંડિયા અને લાઇટને એ રીતે ગોઠવવામાં આવ્યાં છે કે, તેમાંથી રંગ, ચમક અને લયબદ્ધ ગતિના એક ભાતીગળ ચાકડાની રચના થાય, જે ગરબાની જબરદસ્ત ઊર્જા અને ગુજરાતના સાંસ્કૃતિક ધબકારનો પડઘો પાડે છે. ‘ગરબો ઑફ લાઇટ્સ’માં વારસની હૂંફ અને સમકાલીન તહેવારોના રંગનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે, જે સાચા અર્થમાં ક્રિસમસની અનોખી અભિવ્યક્તિમાં ગુજરાતની શાશ્વત ભાવનાના દર્શન કરાવે છે.

દર વર્ષે આઇટીસી નર્મદા ક્રિસમસ નિમિત્તે તેના આ શાનદાર ફેસ્ટિવ માસ્ટરપીસનું નિર્માણ કરવા માટે ગુજરાતના સૌથી પ્રિય પારંપરિક પ્રતીકોનો ઉપયોગ કરવાનો નમ્ર પ્રયત્ન કરે છે. ‘ગરબો ઑફ લાઇટ્સ’ના રૂપાંકનને સમકાલીન ઉત્સવનો સંદર્ભ આપવા માટે આ ક્રિસમસ ટ્રીમાં પરંપરાની હૂંફ અને આધુનિક ઉત્સવની ચમકનો અદભૂત સમન્વય સાધવામાં આવ્યો છે. આ ઇન્સ્ટોલેશન ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને આપવામાં આવેલી અંજલિ છે, બિલકુલ આઇટીસી નર્મદાના વાવથી પ્રેરિત સ્થાપત્યની જેમ, જેની પ્રેરણા ગુજરાતના ડીઝાઇનના વારસામાંથી લેવામાં આવી છે.

Related posts

સિલ્વિન એડિટિવ્સે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ – ‘દિવાદાંડી’ ની શરૂઆત કરી

GUJARAT NEWS DESK TEAM

તાપીની કન્યાઓનો ની અનોખી ઉડાન

IIM અમદાવાદના એકેડમી એસોસિયેટની ફેરવેલનું આયોજન કરાયું

GUJARAT NEWS DESK TEAM

અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સનો ભારતની શ્રેષ્ઠ ઉભરતી શાળાઓમાં સમાવેશ

GUJARAT NEWS DESK TEAM

GCCI દ્વારા તારીખ ૧ એપ્રિલથી ૭ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન “હસ્તકલા જ્વેલરી વર્કશોપ”યોજાયો

હિતેશ પટેલ (પોચી) ની રેલવેની ZRUC તેમજ ટેલિફોન એડવાઈઝરી કમિટીમાં મહત્વપૂર્ણ નિમણૂંક

Leave a Comment