રાષ્ટ્રીય

ગુજરાતમાંથી વર્ષાબેન દોશી સહિત ૪ નેતાને રાષ્ટ્રીય સ્તરે મળી મોટી જવાબદારી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નવીને પોતાની ટીમની જાહેરાત કરી છે. નીતિન નવીનની ટીમમાં ૧૩ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપની આ નવી રાષ્ટ્રીય ટીમમાં ચાર ગુજરાતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. તો વડોદરાથી સાંસદ ડો. હેમાંગ જાેશીને યુવા મોર્ચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે.
વડોદરાથી સાંસદ અને યુવા નેતા ડો. હેમાંગ જાેશીને પાર્ટીએ મોટી જવાબદારી સોંપી છે. તેમને ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ડો. હેમાંગ જાેશીએ વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાંથી વડોદરા બેઠક પરથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે વડોદરા બેઠક પરછથી રંજન ભટ્ટને ઉમેદવાર જાહેર કર્યાં હતા, પરંતુ ત્યારબાદ તેમના નામ પર બળવો થતાં પાર્ટીએ ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પાર્ટીએ હેમાંગ જાેશીને ટિકિટ આપી હતી.
હેમાંગ જાેશી લોકસભાના સાંસદ બનતાં પહેલા સ્થાનિક સ્તરે રાજકારણમાં સક્રીય હતા. તેઓ વડોદરા મનપાની પ્રાથમિક શિક્ષણ સમિટીના વાઇસ ચેરમેન હતા. ડો. હેમાંગ જાેશીના એફિડેવિટ પ્રમાણે તેમનો જન્મ વર્ષ ૧૯૯૧ના પોરબંદરમાં થયો હતો. તેમણે જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ એમએસ યુનિવર્સિટીમાં બેચલર ઓપ ફિઝિયોથેરપી અને માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેમણે લીડરશિપમાં પીએચ.ડી પણ કર્યું છે.

Related posts

ભાજપે રાજ્યોના નવા પ્રભારી અને સહ પ્રભારીઓના નામ જાહેર કર્યા

GUJARAT NEWS DESK TEAM

૬ નવા ચહેરા અને ૨ને પ્રમોશન યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળમાં હવે ૬૦ મંત્રીઓ

ભાજપ સરકારે મદરેસાઓ સામે મોટી ઝુંબેશ શરૂ કરી, ૧,૮૦૦ મદરેસા બંધ કરાઇ ૧૧,૦૦૦ બંધ થવાના ભયનો સામનો કરી રહી છે

ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવી 

GUJARAT NEWS DESK TEAM

દારૂની દુકાનો બંધ કરવાના ર્નિણયથી ખુશ કમલ હાસને વિજયની ખૂબ પ્રશંસા કરીં,ભાઈએ પોતાનું વચન પૂરું કર્યું

કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

Leave a Comment