રાષ્ટ્રીય

ભાજપ અધ્યક્ષ નીતિન નવીને તેમની નવી ટીમની જાહેરાત કરી

ભાજપના અધ્યક્ષ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી દીધી છે. સ્મૃતિ ઈરાનીને મહા સચિવ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉપાધ્યક્ષ, મહા સચિવ, સચિવ અને પ્રવક્તાઓ (સ્પોક્સપર્સન)ની યાદીમાં યુવાનો અને મહિલાઓની સાથે જાતિ સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાજપે નવી ટીમમાં ઉત્તર પ્રદેશના અનેક નેતાઓને સામેલ કર્યા છે. અહીં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. નવી સંગઠન ટીમમાં ભાજપે ૧૩ ઉપાધ્યક્ષ, ૮ રાષ્ટ્રીય મહામંત્રી અને ૧૬ રાષ્ટ્રીય મંત્રી/સચિવ બનાવ્યા છે.
૭ મહિના પછી નિતિન નબીનની નવી ટીમની જાહેરાત થઈ ગઈ છે. વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. નિતિન નબીનની નવી ટીમમાં ૮ મહાસચિવ બનાવવામાં આવ્યા છે. અનિલ બલૂની પહેલાની જેમ જ મીડિયા ઇંચાર્જ પદ પર યથાવત રહેશે. આવી જ રીતે બી.એલ. સંતોષ પાસે પણ સંગઠન મહાસચિવનું પદ પહેલાની જેમ યથાવત રહેશે. જ્યારે આઈટી સેલ હેડ અમિત માલવિયા હટાવી દેવામાં આવ્યા છે. તેઓ લાંબા સમયથી ભાજપ સંગઠનમાં આઈટી સેલના હેડ હતા. માલવિયાની જગ્યાએ દીપક સહસ્કેને સોશિયલ મીડિયાના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
નિતિન નબીનની નવી ટીમમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પણ સ્થાન મળ્યું છે. તેમને રાજેશ અગ્રવાલની જગ્યાએ કોષાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજેશ મંગલને સહ-કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તરુણ ચુગને મુખ્યાલય પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
જે.પી. નડ્ડાની ટીમમાં મહાસચિવ પદ પર કાર્યરત અરુણ સિંહ, દુષ્યંત ગૌતમ, તરુણ ચુગ અને રાધામોહનદાસ અગ્રવાલની બાદબાકી થઈ છે, આવી જ રીતે સંગઠનમાં સચિવ પદ પર કાર્યરત અરવિંદ મેનન, પંકજા મુંડે, નરેન્દ્ર સિંહ, અલકા ગુર્જર, ઓમપ્રકાશ ધુર્વે, રિતુરાજ સિંહા, કામાખ્યા પ્રસાદ તાસા, સુરેન્દ્ર નાગર તેમજ નડ્ડાની ટીમમાં ઉપાધ્યક્ષ રહેલા સરોજ પાંડે, ડી.કે. અરૂણા, એમ. ચુબા રાવ, અબ્દુલ્લા કુંટીને પણ નવી ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
નિતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનું વર્ચસ્વ અને સંગઠનાત્મક મહત્વ સ્પષ્ટપણે ઉભરી આવ્યું છે. પક્ષે અનુભવ અને યુવા ઉર્જાના યોગ્ય સંતુલન પર પસંદગી ઉતારીને રાજ્યના ચાર અગ્રણી ચહેરાઓને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારીઓ સોંપી છે. જેમાં વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવું ઉચ્ચ પદ આપી મહિલા નેતૃત્વને મજબૂત મંચ પૂરો પાડવામાં આવ્યો છે, જ્યારે જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ તરીકે કેન્દ્રીય સંગઠનની કામગીરી વધારવાની તક મળી છે. આ ઉપરાંત, યુવા નેતા હેમાંગ જાેશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવીને ભાજપે દેશભરના યુવાનોને જાેડવાની મહત્વપૂર્ણ કમાન ગુજરાતના હાથમાં સોંપી છે.
ભાજપમાં સંગઠન મંત્રીની પરંપરા છે અને તેઓ સામાન્ય રીતે ઇજીજી પૃષ્ઠભૂમિના હોય છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્યાર સુધી સંગઠન મહામંત્રી રહેલા બી. એલ. સંતોષ યથાવત છે. આ ઉપરાંત બે સહ-સંગઠન મહામંત્રી જળવાઈ રહ્યા છે. તેમાં શિવપ્રકાશ અને સૌદાન સિંહ સામેલ છે. શિવપ્રકાશ ભાજપમાં આવ્યા પહેલા ઇજીજીમાં હતા અને પ્રાંત તથા ક્ષેત્ર પ્રચારક જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના રહેવાસી છે.

Related posts

વનતારા ટીમ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્વાગત કરાયું

GUJARAT NEWS DESK TEAM

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! ૪૩ મહિનાનો રેકોર્ડ તૂટ્યા

ભારતને બુદ્ધિમત્તાના લેવા યુયુગનું નેતૃત્વવાધનનેગૌતમ અદાણીનીહાકલ

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન મોદીએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

GUJARAT NEWS DESK TEAM

આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

યુવા પ્રોફેશનલથી સંસદ સુધીની સફર: અખિલેશ યાદવે ધનરાજ નથવાણીને રાજ્યસભા માટે આપ્યું સમર્થન

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment