રાષ્ટ્રીય

ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવી 

ઈદ-ઉલ-ફિત્રનીરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવીને ભાઈચારો અને સમૃદ્ધિની કામના કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, સમાજમાં ભાઈચારો, સંવાદિતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર તમામ દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર આત્મસંયમ, સેવા, પરોપકાર અને વંચિતો પ્રત્યે કરુણાની પ્રેરણા આપે છે.” રાષ્ટ્રપતિએ લોકોને આ પ્રસંગે સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા હાકલ કરી.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પોતાના સંદેશમાં કહ્યું, “ઈદ મુબારક! આ પવિત્ર તહેવાર આશા, સંવાદિતા અને કરુણાને પ્રોત્સાહન આપે અને દરેકના જીવનમાં ખુશી અને સફળતા લાવે.”

એક્સ પર પોતાના સંદેશમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશવાસીઓને ઈદ અલ-ફિત્રની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, આ દિવસ સમાજમાં ભાઈચારો અને કરુણાની ભાવનાને વધુ મજબૂત બનાવે. તેમણે દરેકને ખુશી, શાંતિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઈદ અલ-ફિત્ર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી રહી છે, અને લોકો એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Related posts

વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

શુભેન્દુ અધિકારીના અંગત સહયોગીની હત્યાના કેસમાં 5મો આરોપી ધરપકડ કરાયો, વારાણસીથી ઝડપાયો

તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત… મૃત્યુઆંક વધવાની શક્યતા

GUJARAT NEWS DESK TEAM

ઇરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગમાં સલાયાના ખલાસીનું કરૂણ મોત થયુ

ધરાલી દુર્ઘટનાનો આજે આઠમો દિવસઃગુમ થયેલા લોકોની શોધખોળ

GUJARAT NEWS DESK TEAM

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment