રાષ્ટ્રીય

૬ નવા ચહેરા અને ૨ને પ્રમોશન યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળમાં હવે ૬૦ મંત્રીઓ

યોગી સરકારના કેબિનેટમાં રવિવારે વિસ્તરણ કરવામાં આવ્યું : આ પ્રસંગે કુલ ૮ મંત્રીઓએ શપથ લીધા હતા

કહેવાય છે કે કેન્દ્રની સત્તા સુધી પહોંચવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી જાય છે. એટલે જ, યુપીના રાજકારણમાં જે કંઈ થાય તે ચર્ચામાં રહે છે. આજે યુપીમાં કેબિનેટનું વિસ્તરણ થયું છે. અગાઉ કુલ ૫૪ મંત્રી હતા, હવે ૬ નવા મંત્રીઓ ઉમેરાતા આ સંખ્યા ૬૦ થઈ ગઈ છે. આજે એટલે કે, ૧૦ મેના રોજ, રવિવારે રાજભવનમાં કુલ ૮ મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં ૬ નવા મંત્રી બન્યા અને બે મંત્રીઓનું પ્રમોશન થયું છે. ભાજપે આ કેબિનેટ વિસ્તરણ દ્વારા પ્રદેશના વિસ્તારો અને જાતિવાદી સમીકરણ ૨૦૨૭ની ચૂંટણી માટે સેટ કરી દીધું છે. આ વખતે શપથવિધિમાં સોશિયલ એન્જિનિયરિંગ સ્પષ્ટ જાેવા મળ્યું હતું.
અખિલેશ યાદવના ઁડ્ઢછ ફોર્મ્યુલાનો જવાબ ભાજપે તૈયાર કર્યો છે. જેમાં દલિત, ર્ંમ્ઝ્ર અને સર્વણ ત્રણેય વર્ગને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. કૃષ્ણા પાસવાન, હંસરાજ વિશ્વકર્મા કે સુરેન્દ્ર દિલેર આ ત્રણેયને મંત્રી બનાવી ભાજપે દલિત, ર્ંમ્ઝ્ર અને વાલ્મીકી સમાજના લોકોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ, કૈલાશ રાજપૂતને મંત્રી બનાવી લોધી સમાજને પણ ભાજપે ટાર્ગેટ કર્યો છે. લોધી સમાજના લોકો ખાસ કરીને કન્નૌજ, ઇટાવા, એટા અને કાસગંજ જિલ્લામાં વધુ છે. એટલે ભાજપે આ વિસ્તારોના લોધી મતદારોને આકર્ષવા માટે મોટો દાવ ચલાવ્યો છે.
ભાજપે ભુપેન્દ્ર ચૌધરીને કેબિનેટમાં સ્થાન આપી પશ્ચિમ યુપીના જાટ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. સમોંદ્ર તોમરને મંત્રી બનાવી ગુર્જર સમાજને પણ ભાજપે ટાર્ગેટ કર્યો છે. સૌથી વધુ ચર્ચામાં રહેલો ચહેરો છે સપાના બાગી ધારાસભ્ય મનોજ પાંડે. જ્યારે બ્રાહ્મણ ચહેરાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે શ્રીકાંત શર્માનું નામ આગળ આવ્યું હતું, પણ રાયબરેલીના ઊંચાહાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય મનોજ પાંડેને મંત્રી બનાવી ભાજપે એ અટકળોને અંત આપવાનો પ્રયાસ કર્યો છે કે, યોગી સરકાર પ્રત્યે બ્રાહ્મણોમાં નારાજગી છે.

Related posts

જબલપુરમાં મોટી દુર્ઘટના ૩૦ પર્યટકો ભરેલું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં ૪ના મૃતદેહ મળ્યા અત્યાર સુધીમાં ૧૫ લોકોને બચાવી લેવાયા

બિહારના નિવૃત્ત પત્રકારોને 15,000 રૂપિયા પેન્શન મળશે

GUJARAT NEWS DESK TEAM

NEET ૨૦૨૬ પેપર લીક કેસમાં CBI દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ

કર્ણાટકના ચિત્રદુર્ગમાં લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગતા નવ મુસાફરો ભડથું

GUJARAT NEWS DESK TEAM

કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી સુચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યુ

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment