ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૧ના ઉમેદવાર જ્યોતનાબેન સોલંકીએ (ઝુંડાલ) ચાંદખેડા ખાતે અનન્યા સ્કૂલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિરેન બેન્કર, એસી સેલના પ્રવક્તા ત્રિભોવનભાઈ પરમાર, ચાંદખેડા વોર્ડ પ્રમુખશ્રી જીતુભાઈ સોલંકી સહિત સૌ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતમાં મતદાન કરવા ગયા હતાં. સ્થાનિકોમાં જે પ્રકારનો મતદાનનો ઉત્સાહ છે પરિવર્તનનો પવન સ્પષ્ટ દેખાય રહ્યો છે ગુજરાતના પાટનગર ગાંધીનગરને ભ્રષ્ટાચાર, કથળાયેલ શિક્ષણ વ્યવસ્થા, તૂટેલા રોડ રસ્તા આપતી ભાજપ સરકારને વિદાયનો દિવસ છે.