રાષ્ટ્રીય

ભાજપે રાજ્યોના નવા પ્રભારી અને સહ પ્રભારીઓના નામ જાહેર કર્યા


ભારતીય જનતા પાર્ટીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પ્રભારી અને સહ-પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા મોટા રાજ્યોનો સમાવેશ થાય છે. કેટલાક રાજ્યોમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડેને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જગદીશ પટેલ, મેધા કુલકર્ણી, ડૉ. પ્રદીપ વર્મા અને અનંત ઓઝાને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના નેતા રોહન ગુપ્તાને બિહારના સહ પ્રભારી બનાવાયા છે. દર્શનાબેન જરદોશને દિલ્હીના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. વર્ષાબેન દોશીને દીવ, દાદરા અને નગર હવેલીના ભાજપ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
પંજાબમાં ડૉ. સતીશ પુનિયાને પ્રભારી અને અલ્કા ગુર્જરને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં સંજય ભાટિયાને પ્રભારી અને કવિતા પાટીદાર અને કુલજીત ચહલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં એક પ્રભારી અને ત્રણ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં બૈજયંત જય પાંડાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિત માલવિયા, સદાનંદ શેઠ તનાવડે અને કમલજીત સેહરાવતને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હરીશ દ્વિવેદીને બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સંગીતા યાદવ અને રોહન ગુપ્તાને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાની છત્તીસગઢના પ્રભારી રહેશે, જ્યારે સિદ્ધાર્થ શંભુ સહ-પ્રભારી તરીકે રહેશે. ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધે દિલ્હીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ અને દર્શનાબેન જરદોશ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતી પ્રવીણ પવારને ગોવાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અનિલ એન્ટની સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગજેન્દ્ર પટેલને ઝારખંડના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં સૌરભ સિંહ અને નિવેદિતા સિંહ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હરીશ દ્વિવેદી કર્ણાટકના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ડૉ. કાસમ વેંકટેશ્વરલુ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમ. નાગરાજાને કેરળના પ્રભારી તરીકે, એમ. વેંકટેશનને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકુમાર ભાટિયાને લદ્દાખના પ્રભારી અને જ્યોર્જ કુરિયનને લક્ષદ્વીપના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

Related posts

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્રTET એક્ઝામ મોકૂફ

વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

NEET બાદ હવે UPSCના પેપર લીકની આશંકા

વનતારા ટીમ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્વાગત કરાયું

GUJARAT NEWS DESK TEAM

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે:મોદી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment