ગુજરાત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વરસાદની રાહ જાેઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આજથી આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત એકસાથે છ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જાેકે, દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદનું જાેર કેટલાક વિસ્તારોમાં વધવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
વરસાદની સાથે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આજે અને આવતીકાલે દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાથી માછીમારો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયાકાંઠે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
દેશના અસંખ્ય રાજ્યોમાં આજે પણ મુસળધાર વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ સોમવારે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગંગાના મેદાની વિસ્તારો વાળા પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશામાં ખૂબ જ વધારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આશા છે.

Related posts

ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર, વિજ્ઞાનમાં 84.33% સામાન્ય પ્રવાહમાં 92.71% પરિણામ, માર્કશીટ ઓનલાઇન ઉપલબ્ધ

દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલ, અમદાવાદ: ધોરણ 10ના વિદ્યાર્થીઓનાં તેજસ્વી પરિણામોની ઉજવણી (AISSE 2025–26)

હિંમતનગરમાં વિકાસના નામે હુડા ખેડુતોની જમીન હડપવાનો પ્રયાસ કરી રહી છે :  અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

બોટાદ માર્કેટ યાર્ડમાં AAP ખેડૂત નેતા રાજુ કરપડા હજારો ખેડૂતો સાથે કળદાના મુદ્દે ધરણા પર બેઠા

GUJARAT NEWS DESK TEAM

IIMA એ કેસ-આધારિત શિક્ષણશાસ્ત્રને આગળ વધારવા માટે કેસ મેથડ ઓફ લર્નિંગમાં મદન મોહનકા સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

GUJARAT NEWS DESK TEAM

સેનાના એરિયા એકાઉન્ટ્સ ઓફિસ અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ દ્વારા સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment