OTHER

અમદાવાદ મુકામે સહકારી ધ્વજ વંદન તથા 73મા અખિલ ભારત સહકાર સપ્તાહ ઉદ્દઘાટન સમારોહ યોજાયો

 73મા અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદ અને ધી ગુજરાત સ્ટેટ કો- ઓપરકેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિ.ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મુકામે તા.14/11/2026ના રોજ 73મા અખિલ ભારત સહકાર સપ્તાહ ઉદ્દઘાટન સમારોહ, સહકારી ધ્વજવંદન તથા સહકારી ક્ષેત્રે કાર્યક્ષમતા, જવાબદારી અને પારદર્શિતા વધારવા માટે પેક્સ (PACS)નું ડિજિટલાઈઝેશન અને સશક્તીકરણ દિન એમ ત્રિવિધ કાર્યક્રમ ઉજવણી સમારોહ અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટના ઉદ્દઘાટક સ્થાને અને ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ અમીનના પ્રમુખ સ્થાને, અમદાવાદ પૂર્વ મેયરશ્રી અસિતભાઈ વોરાના મુખ્ય મહેમાન સ્થાને અને ભાજપના નેતાશ્રી જશુભાઈ ઠાકોર અને અમદાવાદ જિલ્લા રજિસ્ટાર (ગ્રામ્ય)શ્રી મેહુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. જેમાં અમદાવાદની વિવિધ સહકારી મંડળીઓના સભાસદો અને કોલજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સપ્તરંગી સહકારી ધ્વજનું આરોહણ અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બરોટના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
સમારંભના પ્રમુખ સ્થાનેથી રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ અમીને જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં તા. 14 નવેમ્બરથી 20 નવેમ્બર દરમ્યાન અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ સહકારી સંસ્થાઓની વિકાસ ગાથા, સહકારી સંસ્થાઓના પ્રશ્નો અને પડકારો અંગે વિચાર વિમર્શ કરવાનો અને ચિંતન-મનન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો તેમ જ તાલુકા અને
ગ્રામ્યકક્ષાએ વધુને વધુ લોકો સહકારી પ્રવૃત્તિ સાથે જોડાય તેવા પ્રયત્નો કરવાનો છે.
આંતરરાષ્ટ્રિય સહકારી સંઘ અને અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવવા અંગેની વિગત આપી શ્રી અમીને જણાવ્યું હતું કે, વિશ્વના જુદાજુદા 120 જેટલા દેશોમાં વિવિધ ક્ષેત્રોમાં પદાર્પણ કરી સહકારી પ્રવૃત્તિ ગરીબ, અને મધ્યમ વર્ગના છેવાડાના લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. આઈસીએ સાથે 108 જેટલા દેશ જોડાયેલા છે અને વિશ્વમાં 70 કરોડ લોકો સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
તેજ રીતે આપણાં દેશમાં સહકારી સંસ્થાઓનો વ્યાપ જોઈએ તો 8.5 લાખ કરતાં વધુ સહકારી મંડળીઓ છે તેની સાથે 30 કરોડથી વધુ લોકો જોડાયેલા છે. જ્યારે રાજ્યમાં 920૦૦ કરતાં વધુ સહકારી મંડળીઓ સાથે 1 કરોડ 65 લાખથી વધુ લોકો સંકળાયેલ છે.
સહકારના મહત્વને જાણી ભારતના લોક લાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર દ્વારા સમૃદ્ધિનું સૂત્ર આપી દેશમાં સહકારિતા આંદોલનને વેગ આપવા અને સહકારી સંસ્થાઓના ઉત્થાન માટે સહકાર મંત્રાલયની રચના કરી અને મંત્રાલયની કમાન શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. દેશનું આર્થિક માળખું સહકારી ધોરણે ચાલે અને સહકારી પ્રવૃત્તિ મજબૂત થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેથી સહકાર મંત્રાલય દ્વારા "સહકાર સે સમૃધ્ધિ''ના વિઝનને સાકાર કરવા, સહકાર આધારિત આર્થિક વિકાસ મોડેલને પ્રોત્સાહન આપવા, દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયાના સ્તર સુધી પહોંચાડવા માટે સહકારી ક્ષેત્રના પ્રશ્નોને હલ કરી રહ્યાં છે. નવી રાષ્ટ્રીય સહકાર નીતિ- 2025
ઘડવામાં આવી છે. સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે એક અલગ વહિવટી, કાનૂની અને નીતિગત માળખું પૂરૂં પાડવામાં આવ્યું. સ્વતંત્ર સહકાર મંત્રાલય સહકારી સંસ્થાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબધ્ધ છે. દરેક ગામમાં મલ્ટીપર્પઝ સહકારી મંડળી ઊભી કરવાનું આયોજન છે. સરકારની નેમ છે કે પ્રાઈવેટ સેક્ટર જેવી રીતે ટેક્નોક્રિએટ કામ કરે છે તેવી રીતે સહકારી સંસ્થાઓ પણ આધુનિક ટેક્નોલોજી અપનાવી કામ કરે.
73મા અખિલ ભારત સહકાર સપ્તાહની શુભેચ્છાઓ પાઠવી વધુમાં સહકારી ક્ષેત્રને પાયામાંથી મજબૂત કરવા પેક્સ
(PACS)નું ડિજિટલાઈઝેશન અને સશક્તીકરણ દિનના મહત્વને સમજાવી સહકારી સંઘના ચેરમેનશ્રી અમીને જણાવ્યું હતું
કે, સામૂહિક પ્રગતિ– વિકાસ સિદ્ધ કરવા માટે ખાસ કરીને સમાજના આર્થિક રીતે નબળા, મધ્યમ અને ગરીબવર્ગના લોકો
માટે પેક્સ એ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવામાં સહકારી સંસ્થાઓ મહત્વની ભૂમિકા
ભજવી શકે છે. દેશના દરેક ગામમાં સહકારી મંડળી રચાય અને દરેક ગામ સહકારમય બને તેવા પ્રયત્નો સહકાર
મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને સહકાર મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ગ્રામ્ય સ્તરે સેવા સહકારી મંડળીઓની
કાર્યક્ષમતા, જવાબદારી અને પારદર્શિતા વધારવા માટે ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. અગાઉ PACS
મુખ્યત્વે પાક ધિરાણ અને કૃષિ ધિરાણ પૂરતી મર્યાદિત હતી. પરંતુ હવે તેને ગામડાનું બહુહેતુક આર્થિક કેન્દ્ર બનાવવાની
દિશામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન થઈ રહ્યું છે. મોડેલ બાયલોઝ દ્વારા PACSને 25થી વધુ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની
મંજૂરી આપવામાં આવી છે. આજે PACS ડેરી, મત્સ્યોદ્યોગ, કૃષિ ઇનપુટ્સ, ગોડાઉન, કસ્ટમ હાયરિંગ સેન્ટર, પેટ્રોલ-
ડીઝલ પંપ, ગેસ વિતરણ, જનઔષધિ કેન્દ્ર અને કોમન સર્વિસ સેન્ટર જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને સભાસદોનો આર્થિક
ઉત્થાન કરી રહી છે. ત્યારે રાજ્યની વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો. સભાસદો અને કર્મચારીઓએ સાથે મળીને આ
ધ્યેયને પાર પાડવા સાથે મળીને કામ કરવાનું છે.
આ પ્રસંગે સહકારી પ્રવૃત્તિની રૂપરેખા, સહકારથી સમૃદ્ધિ, સહકાર નીતિ – 2025ની સમજ, વિકસિત ભારતમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા, Vસહકાર ક્ષેત્રના આરોહ-અવરોહ, સાંપ્રત સહકારી પ્રવૃત્તિના પ્રવાહો, સમસ્યાઓ તેના ઉપાયો, યુવાનો-મહિલા સશક્તીકરણ અને સરકારની વિવિધ સરકારી યોજનાઓ જેવા વિષયોને આવરી લઈ તજજ્ઞો દ્વારા લખાયેલા અભ્યાસુ લેખો સાથે પ્રસિધ્ધ કરાયેલ સહકાર સપ્તાહ વિશેષાંક- 2026નું વિમોચન કરતાં અમદાવાદ પૂર્વ મેયરશ્રી અસિતભાઈ વોરાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ નારો આપી છેવાડાના માણસની ચિંતા વ્યકત કરી તેના ઉત્થાન માટે વિચાર કર્યો હતો. ભારતનો પાયો ગામડું છે. ગામડાઓ સહકારી પ્રવૃત્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીને પાયાની સુવિધાઓમાં મજબૂત કરવાની જરૂરત લાગી તેથી સહકાર મંત્રાલયની સ્થાપના કરી.
શ્રી અસિતભાઈ વોરાએ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની ઉજવણી અંગે માહિતી આપી અને શ્રી ઘનશ્યામભાઈ અમીન સહકારી પ્રવૃત્તિ દ્વારા ગામડાને સમૃદ્ધ કરી પાયાનો વિકાસ કરવા મહેનત કરી રહ્યાં છે. તે માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, ગુજરાતની સહકારી પ્રવૃત્તિ સફળ પ્રવૃત્તિ છે, તેનો પ્રારંભ જ ગુજરાતમાં 1889માં વડોદરાની અન્યોન્ય સહકારી મંડળીથી થયો છે. ત્યાર બાદ તેમાં સુધારાઓ થતાં રહ્યાં છે. સહકારી પ્રવૃત્તિએ ધીમે ધીમે વિકાસ સાધ્યો છે. 1946માં ખેડા જિલ્લામાં અમૂલની સ્થાપના પછી ગુજરાતનીં સહકારી પ્રવૃત્તિ વિશ્વમાં નામના મેળવી છે.
73મા અખિલ ભારત સહકાર સપ્તાહ કાર્યક્રમની રુપરેખા પ્રાસંગિકતા અને આભારવિધિ કરતા રાજ્ય સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓનો વિકાસ થાય અને સભાસદોને લાભ થાય તે અંગે ચિંતન-મનન કરવાનો આ દિવસ છે. આપણાં દેશ અને રાજ્યમાં સહકાર સપ્તાહમાં સાત દિવસ સુધી વિવિધ નામાભિધાન કરેલ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે. મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, અને ઉપસ્થિત સહકારી આગેવાનો, સહકારી પ્રતિનિધિઓ અને કૉલેજના વિદ્યાર્થીઓએ સહકારી ધ્વજ વંદન ગીત ગાઈને સહકારી ભાવનાને મજબૂત કરી હતી. સમગ્ર ઉજવણી સમારોહનું સંચાલન રાજ્ય સહકારી સંઘના સહકારી શિક્ષણ કન્સલટન્ટ શ્રી વી.એમ. ચૌધરીએ કર્યું હતું. ગુજરાત રાજ્ય સહકારી સંઘના માહિતી અધિકારી શ્રી સી. જે. દવેએ આતંરરાષ્ટ્રિય સહકારિતા દિવસનો સંદેશો વાચી સંભળાવ્યો હતો. આ સહકાર સપ્તાહ ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવામાં સંઘના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વિધાનસભા ગૃહના નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી

GUJARAT NEWS DESK TEAM

જુવેનાઇલ જસ્ટિસ ઇન ગુજરાત’’ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉ.અનામિકા ક્રિસ્ટીને શુભકામનાઓ

GUJARAT NEWS DESK TEAM

શ્રી સોમનાથ મંદિરમાં 3D-લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા વિરામ બાદ ફરી શરૂ

GUJARAT NEWS DESK TEAM

વહેલી સવારે દક્ષિણ ગુજરાતની ધરતી ધ્રુજી, ઉકાઈ નજીક ૨.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઈમારતોથી આગળ વધીને, ભવિષ્યના નિર્માણની સફર VENUS GROUP ની ‘Live it Now’ પહેલ, સપોર્ટ સ્ટાફના બાળકોના ભણતરની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પરશુરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

Leave a Comment