OTHER

વહેલી સવારે દક્ષિણ ગુજરાતની ધરતી ધ્રુજી, ઉકાઈ નજીક ૨.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે જ્યારે લોકો મીઠી ઊંઘ માણી રહ્યા હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિકોમાં થોડો સમય માટે ફફડાટ વ્યાપી ગયો હતો.
ભૂકંપવિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનો આંચકો વહેલી સવારે ૫ વાગ્યે ૧ મિનિટ અને ૩૧ સેકન્ડે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા ઉકાઈથી આશરે ૩૨ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં જમીનની અંદર નોંધાયું હતું.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૭ જેટલી ઓછી હોવાને કારણે આ એક હળવો આંચકો હતો. વહેલી સવારે અનુભવાયેલા આ આંચકાને લીધે ક્યાંયથી પણ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, જે ખૂબ જ રાહતના સમાચાર છે. જાે કે, શાંત વાતાવરણમાં અચાનક આવેલા ધ્રુજારાને કારણે કેટલાક સજાગ નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા લોકોને ગભરાવાની જગ્યાએ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Related posts

અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સનો ભારતની શ્રેષ્ઠ ઉભરતી શાળાઓમાં સમાવેશ

GUJARAT NEWS DESK TEAM

સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: : ડો.હિરેન બેન્કર.

GUJARAT NEWS DESK TEAM

સોમનાથ મહાદેવને “તલ નો શ્રૃંગાર” કરાયો

GUJARAT NEWS DESK TEAM

લોકસંસ્કૃતિને સાચવનારા કચ્છમાં લોકનારીઓના વેઢે વણાયેલી છે ભાતીગળ ગુજરાતની લોકકળા

GUJARAT NEWS DESK TEAM

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં 649 પદવીઓ એનાયત કરવામાં આવી

GUJARAT NEWS DESK TEAM

2008માં થયેલ માલેગાંવ બ્લાસ્ટ કેસનું ભૂત ફરીથી ધુણ્યું

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment