OTHER

ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પરશુરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા આયોજિત ભગવાન પરશુરામજીની શોભા યાત્રાને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
અખાત્રીજના પાવન પર્વ અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
જેના અંતર્ગત રવિવારે ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિવસ (જન્મ જયંતિ)ના અવસરે ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત ભગવાન પરશુરામની શોભા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન પરશુરામજીની પૂજા કરીને ચિરંજીવી દેવ પરશુરામજીના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરા પટેલ,ધારાસભ્ય રીટા પટેલ ,શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષ દવે તેમજ ગાંધીનગર સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

GST 2.0 ની શરૂઆત: નવરાત્રી અને ટેક્સ ઘટાડાથી ગ્રાહકોમાં ભારે ઉત્સાહ, રેકોર્ડ બ્રેક પહેલો દિવસ

GUJARAT NEWS DESK TEAM

ભાજપના મીડિયા સેલના વિક્રમ જૈને સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

પાનખરની મને કોઇ ચિંતા નથી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે ‘વિશ્વ રેડ ક્રોસ દિવસ’ અને ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ની ઉજવણી: ‘રેડ ક્રોસ રથ’ને પ્રસ્થાન કરાવાયું

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

પવન ઊર્જા ક્ષેત્રે ભારતની ઊંચી ઉડાન અદાણી વિન્ડે મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

Leave a Comment