OTHER

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા.

નથવાણીઅગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે.  નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની “કર્મભૂમિ” તરીકે જાહેરકરી છે.

પોતાની આ જીતમાં સહયોગ બદલ તેમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ, રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ  નીતિન નબીન, ઝારખંડ ભાજપ પ્રમુખ આદિત્ય સાહુ, ઝારખંડ વિધાનસભામાં ભાજપના નેતા  બાબુલાલ મરાંડી, ભાજપના મુખ્ય વ્હીપ નવીન જયસ્વાલ તેમજ ભાજપ અને NDAના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો પોતાના આ વિજયમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.

રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે પરિમલ નથવાણીએ કહ્યું હતું કે: “અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હુંમારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જનકરવા માગીએ છીએ. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ અને શિક્ષણનો વિકાસ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રહેશે.”

પોતાની અગાઉની બે ટર્મ દરમિયાન,  નથવાણીએ સંસદીય જવાબદેહિતા અને સામાજિક વિકાસ માટે એક સીમાચિહ્ન સ્થાપિત કર્યો હતો, જેમાં તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) માટે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (MPLAD) ફંડના લગભગ 100 ટકા હિસ્સાનો ઉપયોગ ગ્રામીણ વિકાસ, માળખાગત સુવિધાઓની સ્થાપના, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા પાછળ કર્યો હતો. SAGY હેઠળ તેમના દ્વારા દત્તક લેવામાં આવેલી ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગ તેમજ ત્યાં કરાયેલા વિકાસના કાર્યો માત્ર ચર્ચાસ્પદ નહીં, પરંતુ અનુકરણીય રહ્યા છે. રાજ્યમાં તેમનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે પોતાના સાંસદ ભંડોળ જ નહીં બલ્કે પોતાના વ્યક્તિગત ફંડમાંથી પણ IIM-રાંચી માટે 600 લોકોની બેઠક ક્ષમતા ધરાવતો અત્યાધુનિક સેમિનાર હોલ બનાવવા રૂ. 15 કરોડ આપ્યા હતા.

તેમણે પોતાના અંગત ભંડોળમાંથી ₹1.07 કરોડ ખર્ચીને રાતુ રોડ સ્થિત જર્જરિત રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલનું પુનર્નિર્માણ કરાવ્યું હતું, રાજ્યભરમાં આરોગ્ય પેટા-કેન્દ્રોની સ્થાપના કરી હતી તેમજ અનેક એમ્બુલન્સનું દાન કર્યું હતું. તેમણે બડામમાં ત્રણ માળની ‘મોડેલ સ્કૂલ’, કરમટોલીમાં આદિવાસી છાત્રાલય માટે પુસ્તકાલયના બિલ્ડીંગ અને ગ્રામીણ યુવાનો માટે મફત કમ્પ્યુટર કૌશલ્ય કેન્દ્રોની સ્થાપના પણ કરી હતી. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ, તેમણે પીવાના પાણી માટે ઊંડા બોરિંગની યોજનાઓ સ્થાપિત કરી, અનેક પાકી (PCC) સડક બનાવડાવી હતી, સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કર્યા અને ગ્રામીણ ઘરોમાં સૌર લેમ્પનું વિતરણ કર્યું હતું. તેમણે સારણા સ્થળ, મસ્ના અને મડાઈ સ્થળ સહિત પવિત્ર આદિવાસી ધાર્મિક સ્થળોનું ધરમૂળથી નવસર્જન અને પુનઃસ્થાપન કર્યું હતું. જ્યારે સ્થાનિક યુવાનોને સશક્ત બનાવવા માટે સ્ટેડિયમ, સ્પોર્ટ્સ ગેલેરી અને સમુદાયિક ઉદ્યાનો બનાવડાવ્યા હતા.

આ વ્યાપક વિકાસલક્ષી કાર્યો ઉપરાંત,  નથવાણી સંસદમાં ઝારખંડના સૌથી સક્રિય અને અવાજ ઉઠાવનારા પ્રતિનિધિઓમાંના એક રહ્યા છે. પોતાના કાર્યકાળ દરમિયાન, તેમણે રાજ્યસભામાં ઝારખંડના વિકાસને લગતા 1,200થી વધુ પ્રશ્નો ઉઠાવ્યા છે, ગ્રામીણ વિકાસ, દુષ્કાળ વ્યવસ્થાપન, ગ્રામીણ કુપોષણ, માળખાગત સુવિધાઓમાં વિલંબ, ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ, યુનિવર્સિટી અને શિક્ષણ સંસ્થાઓના આધુનિકીકરણ જેવા મહત્વપૂર્ણ પ્રાદેશિક અને રાષ્ટ્રીય મુદ્દાઓની આક્રમક ઢબે પ્રસ્તુતિ કરી હતી.

ઝારખંડમાંથી નથવાણી ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાઈ આવતા, આ રાજ્યે સંસદમાં એક બુલંદ, વિકાસ-લક્ષી અવાજ મેળવ્યો છે જે કોર્પોરેટ રોકાણ અને લક્ષ્યાંકિત જાહેર કલ્યાણ તેમજ વિકાસ પહેલોએ બંનેને ચલાવવા માટે સક્ષમ છે.

Related posts

આઇટીસી નર્મદાએ 2025 ક્રિસમસ ટ્રી ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું

GUJARAT NEWS DESK TEAM

પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શંકર ચૌધરી

GUJARAT NEWS DESK TEAM

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો

અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અને “આંતરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025” અંતર્ગત આત્મનિર્ભર ભારત જન આભાર  કાર્યક્રમ યોજાયો.

GUJARAT NEWS DESK TEAM

ભરતી પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ કરવા, સંયુક્ત ભરતી અને કોમન સેન્ટ્રલ ટેસ્ટ (સીઇટી) સહિતની નવ ભલામણો કરાઇ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment