ગુજરાત

ઝેરી કેમિકલને કારણે અનેક પક્ષીઓના અને ૧૫ થી વધુ દૂધાળા પશુના મોત

  1. આણંદના ખંભાતના ભાલ વિસ્તારમાં કેમિકલના પ્રદૂષણે માઝા મુકી હોવાના આક્ષેપ આસપાસના રહીશો કરી રહ્યા છે. વત્રા-વટાદરા ગામની સીમમાં ઝેરી ગેસ ઉડ્યાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ઝેરી ગેસના લીધે ૫૦૦ વીઘામાં પથરાયેલા ડાંગરનો પાક બળીને ખાક થઈ ગયો છે. વાતાવરણમાં ઝેરી ગેસ ફેલાવાને કારણે આકાશમાંથી પક્ષીઓ પણ ટપોટપ નીચે પડ્યા અને તેમના મોત નિપજ્યા હોવાનો ગ્રામજનોનો દાવો છે.
    સોખડા ય્ૈંડ્ઢઝ્રની કેમિકલ કંપની સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓદ્યોગિક એકમો પર વારંવાર ઝેરી ગેસ, કેમિકલયુક્ત પાણી છોડવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ કેમિકલ યુક્ત દૂષિત પાણી પીવાથી ૧૫ થી વધુ દૂધાળા પશુઓના મોત થયાનો પણ ગામલોકોનો આરોપ છે. આ મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સમગ્ર મામલે ય્ઁઝ્રમ્ એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    ગામલોકોનો દાવો છે કે ખંભાતના વત્રા-વડાદરા સીમ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડાયેલ ઝેરી ગેસને લીધે અનેક પક્ષીઓના મોત નિપજ્યા છે. જ્યારે ૫૦૦થી વધુ વીઘામાં પથરાયેલો ગ્રામજનોનો ડાંગરનો પાક બળીને ખાક થઈ ગયો છે. સ્થાનિકોનો આરોપ છે કે ઔદ્યોગિક એકમો દ્વારા વારંવાર ગેસ અને કેમિકલયુક્ત પાણી છોડવા છતાં ય્ઁઝ્રમ્ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. તો બીજી તરફ ય્ઁઝ્રમ્ના અધિકારીનું કહેવું છે કે સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.
    ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે કે સોખડા ય્ૈંડ્ઢઝ્ર દ્વારા કેમિકલ યુક્ત દૂષિત પાણી સીધું જ દરિયામાં છોડવામાં આવે છે. જેને લીધે સોખડા, લુણેજ અને વડુચી માતા મંદિર નજીક દરિયાઈ વિસ્તારમાં તેની અસર વર્તાઈ રહી છે. જ્યાં દુષિત પાણી પીવાથી ૧૫થી વધુ દુધાળા પશુઓના મોત નિપજ્યાનો આક્ષેપ છે. અલબત્ આ અંગે હજુ કોઈ જાણકારી ન હોવાનું ય્ઁઝ્રમ્ના અધિકારીએ જણાવ્યું છે. અને કહ્યું છે કે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે.

Related posts

212 તાલુકાઓમાં વરસાદ

GUJARAT NEWS DESK TEAM

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના કુલ ૨૦૭માંથી ૭૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા

GUJARAT NEWS DESK TEAM

અદાણી યુનિવર્સિટીમાં MBA ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટની નવી બેચનો પ્રારંભ: ૧૨૦ વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત

કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ તથા અનધિકૃત વેચાણ સામે રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ

GUJARAT NEWS DESK TEAM

તાપીના ૨૮ તારલાઓ શ્રી હરિ કોટા ઈસરો ના શૈક્ષણિક પ્રવાસે

GUJARAT NEWS DESK TEAM

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ

Leave a Comment