આંતરરાષ્ટ્રીય

કંપનીઓએ એચ-૧બી, એલ-૧ના વિઝા લંબાવવા માટે વધારાની ફી ચૂકવવી પડશ

અમેરિકાના હોમલેન્ડ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે એચ-૧બી અને એલ-૧ કેટેગરીના વિઝા એક્સટેન્શન માટે ફી વધારી દીધી છે. ભારત સહિતની આઈટી કંપનીઓ પર આ ફી વધતા વધારાનું આર્થિક ભારણ આવશે. પહેલાં આ ફી શરૂઆતની નોકરી વખતે અથવા તો કંપની બદલે ત્યારે જ આપવી પડતી હતી. હવે દરેક એક્સટેન્શનમાં અમેરિકન સરકાર ફી વસૂલશે.અમેરિકન સરકારે અપડેટ કરેલા નવા નિયમ પ્રમાણે એચ-૧બી અને એલ-૧એ, એલ-૧બી કેટેગરીના વિઝા મેળવીને જે કર્મચારીઓ કાર્યરત છે તેમને એક્સટેન્શન વિઝા માટે અલગથી ફી ચૂકવવી પડશે. ૯-૧૧ રિસ્પોન્સ અને બાયોમેટ્રિક્સ એન્ટી-એક્ઝિટ માટે એક્સટેન્શન વખતે પણ એચ-૧બી વિઝા માટે ૪૦૦૦ અને એલ-૧ની કેટેગરી માટે ૪૫૦૦ ડોલરની ફી ચૂકવવાનો નવો નિયમ આવતા મહિને લાગુ પડશે. તેનાથી ભારતીય કંપનીઓ પર વધારાનું આર્થિક ભારણ આવશે.અત્યાર સુધી કર્મચારી કંપની બદલે ત્યારે નવા એમ્પ્લોયરે આ પ્રકારની ફી ચૂકવવી પડતી હતી. અથવા તો પહેલી વખત શરૂઆતમાં જ્યારે નોકરી આપવામાં આવે ત્યારે ફી વસૂલાતી હતી. એક્સટેન્શન વખતે આ ફી લેવામાં આવતી ન હતી. ગૃહ અને સુરક્ષા મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું હતું કે ૫૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ કે જેમાં ૫૦ ટકા સ્ટાફ સ્થાનિક હશે એ તમામને આ નિયમ લાગુ પડશે. આ બાબતે એવી પણ રજૂઆત થઈ હતી કે જાે તેમની કંપનીઓ એક્સટેન્શન આપવા તૈયાર હોય, પરંતુ ફી આપવાની તૈયારી ન હોય તો આ એક્સ્ટ્રા ફી કર્મચારીઓ આપી દેશે. પરંતુ ડિપાર્ટમેન્ટે આ રજૂઆત ફગાવી દીધી હતી. ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે નિયમ પ્રમાણે ફીની રકમ કંપનીઓએ જ આપવી પડશે. કંપનીઓ પર આ પ્રકારનો આર્થિક બોજ લાદીને અમેરિકન સરકાર વિદેશી પ્રોફેશ્નલન્સને એક્સટેન્શન ન મળે તે માટે આડકતરું દબાણ કરે છે. ફી ચૂકવવાનું ન પરવડે એ કંપનીઓ સ્થાનિક કર્મચારીઓને નોકરી રાખે એવો ટ્રમ્પ સરકારનો વ્યૂહ છે.
ે

Related posts

POKમાં બર્બરતા છુપાવવા પાકિસ્તાન ફેલાવી રહ્યું છે ફેક ન્યૂઝ,વિદેશ મંત્રાલયે લગાવી આકરી ફટકાર

વિશ્વ પર મંડરાતું ભૂખમરાનું સંકટ: સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી. સંઘર્ષને કારણે દુનિયાના વધુ 4.5 કરોડ લોકો કટોકટીમાં ધકેલાશે.

અમેરિકા-ઈરાન કરાર પર ટ્રમ્પ અને પેજેશ્કિયાને કર્યા હસ્તાક્ષર

ડોનાલ્ડ ટ્રમ્પનો  દાવો ‘નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ

GUJARAT NEWS DESK TEAM

ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો : નરેન્દ્ર મોદીનો કડક સંદેશ

WEF ૨૦૨૬ સંપન્ન: વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસના પ્રતીક તરીકે ગુજરાત અગ્રેસર 

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment