રાષ્ટ્રીય

ગાંજા કાંડ બાદ ગ્રૂપના તમામ પાયલટોના ફરજિયાત સ્ક્રિનિંગનો એર ઇન્ડિયાનો આદેશ

એર ઇન્ડિયાએ ગાંજા કાંડ બાદ પોતાના ગ્રૂપના તમામ પાયલોટોના ફરજિયાત સ્ક્રિનિંગનો આદેશ આપ્યો છે. નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને દવાઓની તપાસ કરવામાં આવશે. એર ઇન્ડિયાનો દાવો છે કે, ટ્રેનિંગ અને ઉડાન બાદ પાયલોટોની તપાસ થશે. ગુરુગ્રામ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને બેઝ લોકેશન પર આ સ્ક્રિનિંગ હાથ ધરાશે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, ડ્ઢય્ઝ્રછના નિયમો યુરોપ અને અમેરિકાના ધોરણો સમાન છે.
એર ઇન્ડિયાનું કહેવું છે કે, તે પહેલેથી જ ડ્ઢય્ઝ્રછના તમામ નિયમોનું પાલન કરે છે, પરંતુ હવે કંપનીએ સુરક્ષા માટે નિયમોથી એક ડગલું આગળ વધીને તમામ પાયલોટોનું સ્ક્રિનિંગ કરાવવાનો ર્નિણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે, આ પગલાનો હેતુ મુસાફરોની સુરક્ષા અને એર ઇન્ડિયા પર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો છે.
૪ ઑગસ્ટના રોજ દિલ્હી-ફુકેત ફ્લાઇટ નંબર છૈં૨૩૭૯માં ટર્બ્યુલન્સ(હવાનો તીવ્ર આંચકો) થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે ફુકેતથી દિલ્હી પરત ફરતી વખતે વિમાન અચાનક લગભગ ૩૦૦ ફૂટ નીચે આવી ગયું હતું. આ દરમિયાન મુખ્ય પાયલોટ કોકપિટના ફ્લોર પર પડેલો હોવાની બાબત સામે આવી હતી. આ ઘટનામાં ૧૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો(છછૈંમ્) આ મામલે તપાસ કરી રહ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પાયલોટે ગાંજાે પીધો હતો. ક્રૂ મેમ્બરે પોતે આ અંગે ફરિયાદ કરી હતી. આ સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર, સીટ સંબંધિત પ્રોટોકોલને લઈને પાયલોટ અને કેબિન ક્રૂના એક સભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. ફુકેત પહોંચ્યા પછી પણ બંને વચ્ચેનો તણાવ પૂરો થયો ન હતો.
૧૧ ઑગસ્ટના રોજ એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર(ઝ્રઈર્ં) કેમ્પબેલ વિલ્સને એરલાઇનના વરિષ્ઠ અધિકારીઓ સાથે નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહા અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઇટ છૈં૨૩૭૯ની ઘટના બાદ એરલાઇનના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને બેઠક માટે બોલાવ્યા હતા.

Related posts

પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે NEET૨૦૨૬ની પરીક્ષા રદ, પેપરલીક બાદ તપાસના આદેશ

ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ,  શુભેચ્છાઓ પાઠવી 

GUJARAT NEWS DESK TEAM

બિહારના નિવૃત્ત પત્રકારોને 15,000 રૂપિયા પેન્શન મળશે

GUJARAT NEWS DESK TEAM

ઇરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગમાં સલાયાના ખલાસીનું કરૂણ મોત થયુ

દારૂની દુકાનો બંધ કરવાના ર્નિણયથી ખુશ કમલ હાસને વિજયની ખૂબ પ્રશંસા કરીં,ભાઈએ પોતાનું વચન પૂરું કર્યું

મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવે, કોચમાં સીસીટીવી કેમેરા લગાવશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment