મારું શહેર

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વાવોલ ગામ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા: ૧૫ શાકભાજીની લારીઓ જપ્ત

ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખા દ્વારા શહેરના માર્ગોને સુવ્યવસ્થિત અને ટ્રાફિકમુક્ત રાખવા માટે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે તા. ૨૦/૦૬/૨૦૨૬ના રોજ બપોરે વાવોલ ગામ ખાતે આવેલા મહાકાળી મંદિર તળાવ રોડ ઉપર એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ માર્ગ પર ટ્રાફિકની ગંભીર અડચણ ઊભી કરતા અને ગેરકાયદેસર રીતે શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ સામે વહીવટી પગલાં ભરીને કુલ ૧૫ જેટલી લારીઓ જપ્ત કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ દબાણ હટાવો ડ્રાઈવ છેલ્લા ત્રણ દિવસથી સતત કાર્યરત છે. વાવોલ ગામ અને તેની આસપાસના મુખ્ય માર્ગો પર વ્યાપક પ્રમાણમાં થતા દબાણોના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જે અંગે વ્યાપક ફરિયાદો મળતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરીજનોની સુખાકારી અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની દબાણ વિરોધી ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તમામ પથારાવાળા, ફેરિયાઓ અને વેપારીઓને જાહેર માર્ગો તેમજ ફૂટપાથ પર ટ્રાફિકને અવરોધાય તે રીતે દબાણ ન કરવા અને તંત્રની આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. જાહેર રસ્તાઓ પર અડચણ ઊભી કરનારા તત્વો સામે ભવિષ્યમાં પણ આ જ રીતે વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

GUJARAT NEWS DESK TEAM

પ્રજાનું અપમાન કરતું નિવેદન અને કલાકારોના વલણ અંગે અમદાવાદમાં પ્રશ્નાર્થ બેનરો લગાવાયા

GTAA દ્વારા ચર્ચા સત્ર યોજાયું

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

પ્રથમ દીક્ષાંત સમારોહમાં ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીએ ઉજવી વિદ્યાર્થીઓની સિદ્ધિઓ

GUJARAT NEWS DESK TEAM

કુડાસણ રિલાયન્સ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા નિવારવા ગાંધીનગર મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ: નો-પાર્કિંગ સ્પેસમાં મૂકેલા વાહનો સામે કડક કાર્યવાહી

Leave a Comment