મારું શહેર

નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું


અમદાવાદ શહેરના પોશ વિસ્તાર નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ નજીકના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક નવરંગપુરા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી સ્થળ પર રવાના થઈ ગયો હતો. આ ધમકી મળ્યા બાદ તુરંત જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને ક્લબ પરિસરને ખાલી કરાવીને સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
મહત્વનું છે કે નારણપુરા પોલીસ સ્ટેશનની હદમાં નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આ સ્પોર્ટ્સ ક્લબ આવેલું છે. પોલીસને એક લેટર દ્વારા આ અંગે જાણ થઈ છે. ધમકીના પગલે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા મેટલ ડિટેક્ટર અને આધુનિક સાધનોની મદદથી ક્લબના ખૂણે-ખૂણાની સર્ચ કરવામાં આવી રહી છે. આ ધમકી કોઈની મજાક છે કે પછી કોઈ મોટું ષડયંત્ર, તે અંગે પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ધમકી આપનાર અંગે તપાસ હાથ ધરી હતી.

Related posts

સુરત ખાતે પાલીતાણા ગુરુકુળમાં 42 વર્ષ પહેલાં ભણતાં વિદ્યાર્થીઓનું તૃતિય સ્નેહમિલન યોજાયું

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

પ્રજાનું અપમાન કરતું નિવેદન અને કલાકારોના વલણ અંગે અમદાવાદમાં પ્રશ્નાર્થ બેનરો લગાવાયા

અમદાવાદ એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

રાજકોટના રૈયા રોડ પર બેફામ કારે મોપેડ ચાલકને ફૂટબોલની જેમ ઉડાવ્યા

Leave a Comment