મારું શહેર

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલ (દાસ)ની નિયુક્તિ

તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ આજે યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વોર્ડ નં. ૪ થી ચુંટાયેલા શ્રી રૂપસિંહ ઠાકોરની મેયર તરીકે વરણી થઈ છે. વોર્ડ નં. ૧ ના નગરસેવિકા શ્રીમતી અંજનાબેન મહેતાની ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી અંજનાબેન મહેતા તથા વોર્ડ નં. ૯ ના નગરસેવક શ્રી મહેન્દ્રભાઈ પટેલ (દાસ)ની સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે.
આ ઉપરાંત શ્રીમતી સેજલબેન પરમારની દંડક તરીકે અને શ્રી જસપાલસિંહ બિહોલાની શાસક પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપાના ચુંટાયેલા વિવિધ પદે નિયુક્તિ બાદ આજે  ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર સહિત ભાજપા આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો, શુભેચ્છકોએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

Related posts

ત્રણ વર્ષના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજીવન

પ્રોજેક્ટ જીવન સેતુ નો આરંભ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન મેગા ચેકિંગ

ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ એરપોર્ટ પર નવું ફ્યુઅલ ફાર્મ શરૂ, ફ્લાઇટ ઓપરેશન્સ વધુ મજબૂત બનશે

Leave a Comment