મારું શહેર

ત્રણ વર્ષના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજીવન


જોધપુરના ત્રણ વર્ષના અયાને ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ દાદાના ઘરે રમતી વખતે સાબુ બનાવવાના કેમિકલનું પાણી પી લીધું હતું, જેના કારણે તેની અન્નનળી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તે ખોરાક ગળી શકતો નહોતો. પ્રાથમિક સારવાર છતાં સ્થિતિમાં સુધારો ન થતા અયાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના નિષ્ણાત ડૉક્ટરોએ ફીડિંગ ગેસ્ટ્રોસ્ટોમી કરી, જેથી પેટમાં સીધો ખોરાક આપી શકાય અને બાળકનું પોષણ જળવાઈ રહે.ડૉ. રાકેશ જોષી અનુસાર આ પ્રકારની સર્જરી ઉતાવળમાં કરી શકાતી નથી. યોગ્ય પોષણ, વજનમાં વધારો અને નિષ્ણાતોની સંકલિત તૈયારી જરૂરી છે. હોસ્પિટલમાં મહિના સુધી સતત ફોલોઅપ અને મૂલ્યાંકન બાદ ૧૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ અન્નનળી કાઢી નાખી અને ગળામાં કાણું કરાયું.૨૦ મે ૨૦૨૬ના રોજ ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમે, એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. સીમા ગાંધી સાથે મળીને અતિ જટીલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી સફળતાપૂર્વક કરી. આ સર્જરીમાં જઠરને ઉપર ખેંચી છાતીના ભાગમાં લાવી, તેને નવી અન્નનળી તરીકે ઉપયોગમાં લેવાયો.સર્જરી પહેલાં બાળકને પૂરતું પોષણ આપીને વજન અને તાકાત વધારવામાં આવી, તેમજ માતા-પિતાને સમગ્ર પ્રક્રિયા અને જોખમો અંગે માર્ગદર્શન અપાયું. સર્જરી બાદ અયાને કોઈ મુશ્કેલી વિના ફરી મોઢેથી ખાવાનું શરૂ કર્યું અને હાલ તેની સ્થિતિ સંતોષકારક હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાઈ.
અયાનની તમામ સારવાર અને ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું નાનાં બાળકો રમતમાં કોઈપણ વસ્તુ મોઢામાં મૂકી દેવાની વૃત્તિ ધરાવે છે. માત્ર એક ક્ષણની બેદરકારી જીવનભરની પીડાનું કારણ બની શકે છે.” તેમણે ઉમેર્યું કે, ઘરમાં વપરાતા એસિડ, ક્ષાર, સાબુના કેમિકલ, ફિનાઈલ, ટોયલેટ ક્લીનર અને અન્ય ઝેરી પદાર્થો બાળકોની પહોંચથી દૂર, બંધ કબાટમાં રાખવા અત્યંત જરૂરી છે.જો બાળક દ્વારા આકસ્મિક રીતે કેમિકલ પી જવામાં આવે તો ઘરગથ્થુ ઉપચાર નહીં ર્ંઙ્ઘટ્ઠઅ, તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ.
આ સફળ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની નિષ્ઠા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે, તેમજ દરેક વાલીને બાળકની સલામતી પ્રત્યે વધુ સાવચેત રહેવાનો સંદેશ આપે છે.

Related posts

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

અમદાવાદ માં હાટકેશ્વર ઓવરબ્રિજ ધરાશાયી કરવાની સાથે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો

ગાંધીનગરના સેકટર-7માં બનાવેલી ડંમ્પિંગ સાઈટ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ

GUJARAT NEWS DESK TEAM

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

સ્ટર્લીંગ સીટી સેક્ટર એ નું સ્ટેટસ ચેન્જ :પાણી નગરી માંથી કાદવ નગરી બની

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment