મારું શહેર

તહેવારોની રોશની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલના ડૉક્ટરો બન્યા ‘દેવદૂત’: બેસતા વર્ષની રાત્રે પેટમાં ચપ્પુ વાગેલા ગંભીર દર્દીની જટિલ સર્જરી કરી નવજીવન બક્ષ્યું

જ્યારે સમગ્ર રાજ્યમાં દિવાળી અને બેસતા વર્ષના પાવન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે અમદાવાદની સરસપુરમાં આવેલી શારદાબેન જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉક્ટરો પોતાના તહેવારો અને પરિવારને ભૂલીને દર્દીઓની સેવામાં ખડેપગે ફરજ નિભાવી રહ્યા હતા. બેસતા વર્ષની મોડી રાત્રે એક અત્યંત ગંભીર ઘટના બની હતી, જેમાં એક દર્દીને પેટના ભાગે ચપ્પુ વાગેલ સ્થિતિમાં શારદાબેન હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે દર્દીના આંતરડા શરીરની બહાર આવી ગયા હતા અને તેનો જીવ અત્યંત જોખમમાં હતો. આવી કટોકટીની પળે, કોઈપણ પ્રકારના વિલંબ વિના શારદાબેન હોસ્પિટલના સર્જરી વિભાગ ની ટીમે અદભુત તબીબી કૌશલ્ય અને સમયસૂચકતાનો પરિચય આપ્યો હતો. દર્દીનો જીવ બચાવવા માટે તાત્કાલિક ધોરણે એક અત્યંત જટિલ સર્જરી હાથ ધરવામાં આવી હતી.
આ અત્યંત જટિલ, સફળ અને જીવદાયક ઓપરેશન મોડી રાત્રે ૨ વાગ્યે સર્જરી વિભાગના તજજ્ઞ ડૉક્ટરો ડૉ. હેમંત લેઉવા, ડૉ. જૈનમ શાહ, ડૉ. લકીર પટેલ, અને ડૉ. પૃથા જાદવ તથા તેમની સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરનાર હોનહાર રેસિડેન્ટ ડૉક્ટરો ડૉ. નચિકેત સખીયા, ડૉ. જય પટેલ, અને ડૉ. સંયમ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમ વર્ક અને ત્વરિત નિર્ણયશક્તિના પરિણામે ૩ કલાક ચાલેલા આ ઓપેરશન બાદ દર્દીને મોતના મુખમાંથી પાછો લાવી શકાયો હતો.
ધનતેરસ, દિવાળી અને નૂતન વર્ષ જેવા સૌથી મોટા તહેવારોમાં જ્યાં સૌ કોઈ પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે, ત્યારે શારદાબેન હોસ્પિટલના ડૉક્ટરોએ પોતાના અંગત તહેવારોની પરવા કર્યા વિના, દિવસ-રાત જોયા વગર સતત હોસ્પિટલમાં રહીને દર્દીઓની સારવાર કરી હતી. તબીબી વ્યવસાયને માત્ર નોકરી નહીં પણ ‘સેવાધર્મ’ માનનાર આ ડૉક્ટરોની નિષ્ઠા, અથાક મહેનત અને ડેડિકેશન ખરા અર્થમાં પ્રશંસનીય અને સમાજ માટે પ્રેરણાદાયક છે.
સફળ સર્જરી બાદ હાલ દર્દીની સ્થિતિ એકદમ સ્થિર અને સારી છે. તબીબોની સઘન દેખરેખ હેઠળ દર્દીને હજુ આગામી ૪ થી ૫ દિવસ સુધી ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) હેઠળ રાખવામાં આવશે, જેથી તેમની સંપૂર્ણ અને સુરક્ષિત રિકવરી સુનિશ્ચિત કરી શકાય.

Related posts

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બદલીનો ગંજીપો ચિપ્યો

GUJARAT NEWS DESK TEAM

વાઘોડિયા રોડ પર ગારમેન્ટના વેપારી પર ફિલ્મી ઢબે ફાયરિંગ, યુવક ગંભીર

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘સમરસ્તા સંકલ્પ સભા’ યોજાઈ

પીએમ નરેન્દ્ર મોદીના આગમન અગાઉ કોંગ્રેસના નેતાઓની અટકાયત અને નજર કેદ

GUJARAT NEWS DESK TEAM

બે સગીરા મુંબઈથી મળી આવી

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

Leave a Comment