ગુજરાત

ચાંદીપુરા વાયરસને લઈ અનેક જિલ્લામાં હાઈ એલર્ટ, આરોગ્ય તંત્ર એક્શનમા

રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૭ ચાંદીપુરા ના શંકાસ્પદ કેસ નોંધાયા છે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, ખેડા, મહેસાણા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠામાં ૬ અને પંચમહાલમાં ૨ બાળકોના મોત નોંધાયા છે, જ્યારે વડોદરાની જીજીય્ હોસ્પિટલમાં પણ એક ૯ વર્ષીય બાળકનું મોત થયું છે. બીજી તરફ, અનેક બાળકો સારવાર હેઠળ છે અને કેટલાકના સેમ્પલના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. રાજ્યભરમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ, દવા છંટકાવ અને વિશેષ સારવારની વ્યવસ્થા શરૂ કરી છે.
સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મૃત્યુઆંક ૬ પર પહોંચી ગયો છે. જાેકે, હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૬ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં ત્રણ વર્ષની એક બાળકી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે, જ્યારે તેના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. સ્થાનિક આરોગ્ય તંત્રને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. અરવલ્લી જીલ્લામાં પણ આ વાયરસથી એક બાળકીનું મૃત્યુ થયું છે.
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ ૧૩ બાળ દર્દીઓ નોંધાયા છે. જેમાં પંચમહાલના ૧૧ અને મહીસાગરના ૨ બાળકોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે પોઝિટિવ બાળકોના મોત થયા છે, જ્યારે એક અન્ય બાળકનું શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ થયું છે. બે બાળકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે ૬ બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.
મધ્ય ગુજરાતમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને વડોદરાની જીજીય્ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ કરવામાં આવી છે. પીડિયાટ્રિક વિભાગમાં ૭૦ વેન્ટિલેટર બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પાંચ બાળ દર્દીઓને જીજીય્ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે અને બે બાળકો હાલ સારવાર હેઠળ છે. ગોધરાથી લાવવામાં આવેલા ૯ વર્ષીય બાળકનું હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મોત થયું હતું. ખેડા જીલ્લામાં પણ ૨ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં એક બાળક ચાંદીપુરા પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે અને તેની સારવાર ચાલી રહી છે. વડનગરમાં પણ એક પોઝિટિવ બાળક સારવાર હેઠળ છે. ઉપરાંત, સાબરકાંઠાના બે બાળકોને પણ ચાંદીપુરાની શંકા હતી, જેમાં ૯ વર્ષીય ગોપાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે ત્રણ વર્ષની બાળકી શિવાનીનો રિપોર્ટ હજુ બાકી છે. ગાંધીનગર જિલ્લામાં પણ ૪ બાળકોના મોત બાદ આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.
આ વાયરસ સેન્ડ ફ્લાઈથી ફેલાતો રોગ છે, સર્વેલન્સ દરમિયાન ૪૫૦ થી વધુ સેન્ડફ્લાય માખીઓ પકડવામાં આવી છે. જેને લઈને તકેદારીના ભાગ રૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. શંકાસ્પદ કેસોના સેમ્પલની તપાસ, સારવારની સુવિધા અને નિવારક પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે જેથી વાયરસનો ફેલાવો અટકાવી શકાય. વાયરસ ની ચિંતા વચ્ચે ગાંધીનગરના ૯ જેટલા ગામો માં દવાઓ નો છટકાવ કરવામાં આવ્યો છે. જ્યારે સાબરકાંઠામાં આરોગ્ય ટીમની અસરગ્રસ્ત વિસ્તારના ૪૬ ઘરોમાં ડસ્ટિંગ કામગીરી હાથ ધરી છે. ં

Related posts

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે નૂતન શિતલ ગૌશાળાના લોકાર્પણના ભવ્ય ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા

  દેશભરમાં ૭૮ લાખ થી વધુ EPS-95 આધારીત પેન્શનરો નજીવા પેન્શનને કારણે દયનીય રીતે જીવી રહ્યાં છે.

GUJARAT NEWS DESK TEAM

ભાજપાપ એટલે  કમિશન – કટકી – કૌભાડ થી કમલમ એમ ટ્રિપલ એન્જિન સરકાર : શૈલેષ પરમાર

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે,સરકારે બહાર નોટિફિકેશન પાડ્યું

વાવાઝોડાથી જોડિયાના સંચાણા બંદરે  50થી 60 માછીમારી બોટને નુકસાન પહોંચતાં તારાજી 

Leave a Comment