
અમદાવાદ સ્થિતડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે Cera Sanitaryware Ltd. દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત ઉદાર સહયોગથી પ્રાપ્ત થયેલાં વિવિધ તબીબી સાધનોનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
આ તબીબી સાધનોનું લોકાર્પણ Cera Sanitaryware Ltd.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિક્રમ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આપ્રસંગે Cera Sanitaryware ના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ જીવરાજ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જીવરાજ હોસ્પિટલ તરફથી શ્રીઅચલબકેરી (વાઇસપ્રેસિડેન્ટ), શ્રી રમાકાંત ભોજનગરવાળા (માનદમંત્રી), શ્રી દેવનપરીખ (મેનેજિંગટ્રસ્ટી), શ્રીએન. એમ. નગરી (CA), ડૉ. ભાવેશપટેલ (ડિરેક્ટર – મેડિકલસર્વિસિસ), શ્રી મિનેશ શાહ (PRO) અનેડૉ. લતા બ્રહ્મભટ્ટ (સિનિયરમેનેજર – CSR) ઉપસ્થિતરહ્યાહતા.
Cera Sanitaryware Ltd.ના આ મૂલ્યવાન સહયોગથી હોસ્પિટલની તબીબી સુવિધાઓ વધુ સુદૃઢ બનશે તેમજ નિદાન અને સારવારની ક્ષમતામાં વધારો થશે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આ સહયોગ મહત્વ પૂર્ણ સાબિત થશે.
હોસ્પિટલના સંચાલન મંડળે સમાજના આરોગ્ય અને દર્દીઓની સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ Cera Sanitaryware Ltd.નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.