ગુજરાત

આદિવાસી સમાજની જાગૃતિથી ભાજપ સરકારને હવે ટ્રાઇબલ વિસ્તારમાં 500 કાર્યક્રમો કરવા પડી રહ્યા છે: નિરંજન વસાવા AAP

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આજે આદિવાસી લોકો પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવ્યો છે. આજે ટ્રાઇબલ વિસ્તારમાં અલગ અલગ 500 જગ્યાએ એ લોકો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે અને આખી દુનિયાના લોકો આ દિવસને ધામધૂમથી ઉજવતા હોય છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાત સરકારના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ કે એમના કોઈ મંત્રી દ્વારા પણ એક ટ્વીટ કરીને પણ આ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી ન હતી. હવે સવાલ એ પેદા થાય છે કે 151મી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી સમયે એ લોકોને એવો કયો પ્રેમ ઉભરાયો કે એ લોકો હવે 18 તારીખ સુધી કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે? કાર્યક્રમના નામે એ લોકો કરોડો રૂપિયાનો ધુમાડો કરશે પરંતુ સામાન્ય લોકોને એનો શું લાભ મળે છે? પૈસાનો ધુમાડો કરીને આ લોકો આદિવાસી સમાજના લોકોને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
’આપ’ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અમારા આદિવાસી લોકોના જનજાતિના નામે અને વનબંધુના નામે મોટા મોટા હોર્ડિંગ્સ, પોસ્ટર અને બેનર લગાવવામાં આવે છે, તો હું કહેવા માગું છું કે અમે આદિવાસી લોકો છીએ, અમે પ્રકૃતિપુજક છીએ અને આ દેશના મૂળ માલિકો છીએ, ત્યારે તમે વનબંધુ અને જનજાતિના નામે અમારું અપમાન કરો છો. આની સાથે સાથે અમે તમામ આદિવાસી સમાજના લોકો અને સંગઠનોને કહી રહ્યા છીએ કે આપણે આપણા વિસ્તારોમાં વર્ષોથી ભગવાન બિરસા મુંડાના કાર્યક્રમ કરતા આવ્યા છીએ, તો હવે જ્યાં જ્યાં આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ હાજરી આપજો અને ભાજપ સરકાર દ્વારા જે કાર્યક્રમમાં થવા જઈ રહ્યા છે એમાં જવાનું ટાળજો. જેથી ભાજપ સરકારમાં બેઠેલા નેતાઓ અને મંત્રીઓને પણ ખબર પડે કે આજનો આદિવાસી સમાજ જાગૃત થયો છે. ધારાસભ્ય ચૈતર વસાવાની વિચારધારાથી પ્રેરાઈને ઉમરગામથી અંબાજીના તમામ આદિવાસી લોકો જાગૃત થયા છે. ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલ આદિવાસી ન્યાય યાત્રામાં લાખો આદિવાસી લોકોએ સમર્થન આપ્યું એને જોઈને કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની ખુરશીઓ ડગમગી ગઈ, એના કારણે હવે ભાજપ સરકારે આદિવાસી વિસ્તારોમાં 500 જેટલા કાર્યક્રમો કરવા પડી રહ્યા છે.

Related posts

આપ પાર્ટીના શરદ પૂર્ણિમાના ગરબા

GUJARAT NEWS DESK TEAM

અદાણી મુન્દ્રા એરપોર્ટનોસંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ આજે મુન્દ્રાથી મુંબઇ-ગોવાને જોડતી પ્રથમ ઉડાન ભરી  

ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે AAPના પ્રતિનિધિ મંડળને મળવા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો

GUJARAT NEWS DESK TEAM

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

તેરાપંથીસમાજ હોલ ખાતે રાજસ્થાન યુવા મંચ અને રાજસ્થાન સાંસ્કૃતિક મંચ દ્વારા શંકર ચૌધરી અને રાજસ્થાનના સ્પીકર નો સન્માન સમારંભ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

બેરોજગારીના આક્ષેપો તથ્યવિહીન,ગેરમાર્ગે દોરનાર અને રાજકીય એજન્ડાથી પ્રેરિત, વાસ્તવમાં સમસ્યા આંકડાઓમાં નહીં પણ વિપક્ષની માનસિકતામાં- ડૉ. અનિલ પટેલ

Leave a Comment