મારું શહેર

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘કાંકરિયાના ગરબા’નું ભવ્ય આયોજન – દિવ્યાંગજનો સાથે શહેરીજનો રમ્યા ગરબા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ખાતે  ‘કાંકરિયાનો ગરબા’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા ફ્રન્ટ લેક ખાતે પ્રથમવાર આ પ્રકારના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દિવ્યાંગજનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ગરબે રમ્યા હતા. દિવ્યાંગોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સહભાગી થવાની તક પૂરી પાડવા, તેમનો ઉત્સાહ વધારવા અને સૌને એકસાથે પરંપરાગત ગરબાની ઉજવણીનો આનંદ મળે તે હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘કાંકરિયાનો ગરબા’ કાર્યકમમાં દિવ્યાંગ ગરબા અને લાકડી ગરબાએ સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું. આ ગરબાના આયોજનમાં 30 હજારથી વધુ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ગરબા મહોત્સવમાં અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય  જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં રાજ્યકક્ષાનાં મંત્રી  દર્શના વાઘેલા, મ્યુનિસિપલ કમિશનર  બંછાનિધિ પાની, સંસદસભ્ય  હસમુખ પટેલ અને  દિનેશ મકવાણા, ઉપરાંત ડેપ્યુટી મેયર  અંજુ શાહ,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા જશુ ઠાકોર અને દંડક અતુલ મિશ્રા તેમજ અન્ય ધારાસભ્યો

, પદાધિકારીઓ અને આમંત્રિત મહેમાનો પણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

Related posts

જગદીશ વિશ્વકર્માએ માહેશ્વરી સમાજના લોકો સાથે બેઠક કરી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

કોંગ્રેસના નેતા નિશિથ વ્યાસે મતદાન કર્યુ

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની સઘન ઝુંબેશ: સેક્ટર ૬ માંથી ૬૮ ઝૂંપડા અને ૨૩ લારી-ગલ્લા હટાવાયા

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

Leave a Comment