સ્પોર્ટ્સ

ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26 રાજકોટ આજ રોજ થી સાનદાર પ્રારંભ થયેલ છે.

 

ગુજરાત ના 19 જીલ્લા ની ટીમો અંડર 20 ટોરેન્ટ પાવર કપ મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં ભાગ લઈ રહેલ છે. બધી ટીમો ને 6 ગ્રુપ માં વહેચવામાં આવેલ છે.  પુલ ‘X’ માં A, B, C ગ્રુપ અને પુલ ‘Y’ માં D, E, F ગ્રુપ ની ટીમો છે.  ગ્રુપ સ્ટેજ ના મેચ આજ રોજ થી ચાલુ થયેલ છે. દરેક ગ્રુપ માં પ્રથમ આવેલ ટીમો અને  સેકંડ બેસ્ટ ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઈનલ અને ફાઇનલ મેચ રમાસે.

 

આજ રોજ રમાયેલ મેચ માં વલસાડે જતીન રાઉત ના 2 ગોલ, મેહુલ મંગેલા અને સૌમ્ય શર્મા ના 1-1 ગોલ થી નવસારી ની ટીમ ને 4-0 થી મહાત આપેલ, બીજો મેચ મહેસાણા અને ડાંગ વચ્ચે 2-2 થી ડ્રૉ થયેલ. મહેસાણા  તરફ થી ચૌધરી ઋષિ અને અક્ષ બસોર ના 1-1 ગોલ અને ડાંગ ના મીચેલ કુમાર ના 2 ગોલ થયેલ. ત્રીજો મેચ માં સુરત ના એલેક્સન પબીન ના 3 ગોલ, મોહમ્મદ યુસુફ ના 1 ગોલ થી  ભાવનગર ની ટીમ ને 4-1 થી હરાવેલ, ભાવનગર તરફથી માનવીરસિંહ દ્વારા 1 ગોલ થયેલ. ચોથા મેચ માં ખેડા ની ટીમે આમિરહુસેન ના 2 ગોલ, જોય, અયાન, મીખાઈલ અને યુસુફ ના 1-1 ગોલ થી, જુનાગઢ ને 6-0 થી હરાવેલ.

 

આવતી કાલે તારીખ 16.2.26 ના રોજ વલસાડ અને ડાંગ વચ્ચે, નવસારી અને મહેસાણા વચ્ચે, સુરત અને બરોડા વચ્ચે અને ખેડા અને ગાંધીનગર વચ્ચે મેચ રમાસે.

આ ટુર્નામેન્ટ માથી ગુજરાત ની અંડર 20 નેશનલ ટીમ ના  કેમ્પ માટે ના પ્લેયર્સ નું સિલેકસન કરવામાં આવસે.

 

Related posts

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયન 2025-26

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતની દીકરીએ રચ્યો ઇતિહાસ: ભુવનેશ્વર ખાતે નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar) દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો.  

અમદાવાદમાં કોમનવેલ્થ રેસલિંગ સ્પર્ધાનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં 10થી 17 મે દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાશે

ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગેમ્સ પ્રસ્તાવ રજૂ કર્યો

GUJARAT NEWS DESK TEAM

GLS યુનિવર્સિટી દ્વારા ‘વિકસિત ભારત’ માટે સ્ટાર્ટઅપ પ્રદર્શનનું આયોજન

Leave a Comment