
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ફાઇનલ રાઉન્ડ, અંડર 13, અંડર 15 અને અંડર 17 ના મેચો આજ રોજ અમદાવાદ, આણંદ અને બરોડા માં રમાયેલ હતા. કેટેગરી પ્રમાણે અંડર 13, અંડર 15 અને અંડર 17 ની ચેમ્પિયન ટીમ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેસન (AIFF) દ્વારા આયોજિત યૂથ લીગ માં ભાગ લેવા માટે ક્વાલિફાઇ થસે.
યૂથ લીગ ચેમ્પિયનશિપ માં ગુજરાત ની નામાંકિત ક્લબો ભાગ લઈ રહેલ છે. કેટેગરી પ્રમાણે સિનિયર મેન્સ 13 ટીમો છે. અંડર 13 માં 23 ટીમો છે. અંડર 15 માં પણ 23 ટીમો છે અને અંડર 17 માં 14 ટીમો છે. ચારે કેટેગરી માં ટોટલ 73 ટીમો ભાગ લઈ રહેલ છે. આ એક અત્યાર સુધી નો રેકોર્ડ છે આટલી બહોળી સંખ્યા માં ક્લબો તથા ટીમો નું પાર્ટિસિપેસન છે.
સિનિયર મેન્સ માં રમાયેલ મેચ માં સૂર્યવંશી એફસી ના કાવી ચૌહાણ ના એક માત્ર ગોલ થી કર્ણાવટી એફસી ને 1-0 થી મહાત આપેલ, એઆરએ એફસી એ દ્વિવેદી બ્રધર્સ ને 7-1 થી હરાવેલ, તેમાં એઆરએ એફસી ના થોમસ જોન ના 4 ગોલ મુખ્ય હતા, રિજર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ની ટીમે વંડર્સ એફસી ની ટીમ ને 4-1 થી હરાવેલ અને સીવીએમ એફસી એ ગોધરા એફસી ને એકતરફી મેચ માં 8-0 થી મહાત આપેલ.
અંદર 13 માં રમાયેલ મેચ માં કર્ણાવટી એફસી એ એસજીવીપી એફએ ને 3-0 થી, અન સ્ટોપેબલ એફસી એ માસ્ટર એફસી ને 3-0 થી, લીવે સ્પોર્ટ્સ ની ટીમે ઓએમએમ એફસી ને 4-2 થી, રેન્જર એફએ એ એસજીવીપી એફસી ને 3-0 થી, બરોડા એફએ ની ટીમે બીએફએ યુનાઇટેડ ને 5-3 થી, બીએસપીએફએ સુરત ની ટીમે કહાની એફસી ને 5-3 થી, એસએજી એફએ એ નવરચના એસએ ની ટીમ ને 2-0 થી અને બ્લૂ ટાઇગર એફસી એ સૂર્યવંશી એફસી ને 9-0 થી મહાત આપેલ. સીવીએમ એફસી અને સર્પ શૂટર એફસી નો મેચ 2-2 થી ડ્રૉ થયેલ.
અંડર 15 માં રમાયેલ મેચ માં એઆરએ એફસી ની ટીમે અન સ્ટોપેબલ એફસી ને એકતરફી રીતે 16-0 થી, કર્ણાવટી એફસી એ એસજીવીપી એફએ ને 17-0 થી, એસકે યુનાઇટેડ એફસી એ માસ્ટર એફસી ને 6-0 થી, શાર્પ શૂટર એફસી એ એસએજી એફએ ને 11-3 થી, ગાંધીનગર એફસી એ બ્લૂ ટાઇગર એફસી ને 7-3 થી, એસજીવીપી એફસી એ રેન્જર એફએ ને 12-0 થી, લીવે સ્પોર્ટ્સ ની ટીમે કાસા એફસી ને 4-2 થી, નવરચના એસએ એ અમદાવાદ યુનાઇટેડ એફસી ને 1-0 થી, બરોડા એફએ એ એનસીડી એફસી ને 5-0 થી અને સીવીએમ એફસી એ સેવી સ્વરાજ એફસી ને 3-1 થી મહાત આપેલ.
અંદર 17 માં રમાયેલ મેચ માં કહાની એફસી એ કાસા એફસી ને 19-0 થી, એસકે યુનાઇટેડ એફસી એ પાનોલી એફસી ને 7-3 થી, અને બરોડા એફએ એ યુએસઆઇ એફસી સુરત ને 2-0 થી, એસએજી એફએ એ એસજીએફએ રાજકોટ ને 15-1 થી મહાત આપી હતી.
આજ રોજ કુલ જુદી જુદી કેટેગરી માં કુલ 31 મેચો રામાડવા મા આવેલ છે.