મારું શહેર

સારંગપુર વિસ્તારમાં ન્યૂ ક્લોથ માર્કેટ પાસે આવેલા સુમેળ-1 બિલ્ડિંગમાં આગ, ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી 4 લોકોને બચાવાયા

સારંગપુર વિસ્તારમાં ન્યૂ ક્લોથ માર્કેટ પાસે આવેલા સુમેળ-1 બિલ્ડિંગમાં આગ, ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી 4 લોકોને બચાવાયા

શહેરના સારંગપુર વિસ્તારમાં ન્યૂ ક્લોથ માર્કેટ પાછળ આવેલ સુમેળ-1 સી બ્લોકની ત્રીજી માળે આવેલા ડક્ટ લાઇનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને સાંજે આશરે 18:00 વાગ્યે કોલ મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ આગને કાબૂમાં લેવા માટે પાંચકુવા ફાયર સ્ટેશનની ફાયર ફાઇટર ટીમ સાથે મણિનગર, જામાલપુર અને શાહપુર ફાયર સ્ટેશનોમાંથી એક-એક ગજરાજ વાહન મોકલવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે STO ,DO, DYCFO અને ADDCFOની ઉપસ્થિતિમાં રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયર ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના પરિણામે આગને નિયંત્રણમાં લેવામાં આવી છે. સાથે જ બિલ્ડિંગમાં ફસાયેલા 4 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી બચાવી લેવામાં આવ્યા હતા.
હાલમાં ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

ACI-ASQ ગ્લોબલ રેન્કિંગમાં અમદાવાદ એરપો્ર્ટ સતત બે ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે

અમદાવાદ  સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ, નદીના પટમાં સફળતાપૂર્વક ઉતારાયા

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

અમદાવાદમાં દિવ્યાંગ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

Leave a Comment